હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેતપુર તાલુકા પોલીસે ૩.૬૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇકો કાર ઝડપી લીધી
જુનાગઢના ભરત ભોગેસરાની ૬.૮૧ લાખના મુદામાલ સાથે ધરપકડઃ ધંધુસરના વિપુલની શોધખોળ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૪ : જેતપુર તાલુકા પોલીસે ૩.૬૧ લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇકો કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા તથા તાલુકાના પો.ઇન્સ. એ.એમ.હેરમાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ ટીમને મળેલ ચોક્કસ ભરોસા પાત્ર હકીકત આધારે જેતપુર-જુનાગઢ હાઇવે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૩૪ કિ.૩.૬૧ લાખના જથ્થો ભરેલ ઇકો કાર સાથે ભરત અરજણભાઇ ભોગેસરા રહે. જુનાગઢ લીરબાઇ પરા લીરબાઇમાંના મંદીર પાસે બીલખા રોડ જી. જુનાગઢને ઝડપી લીધો હતો. જયારે વિપુલ સુરાભાઇ સુતરેજા રહે. ધંધુસર તા. વંથલીનું નામ ખુલતા શોધખોળ હાથ ધરાઇ છે.
પોલીસે દારૂ, કાર અને મોબાઇલ મળી ૬.૮૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહીમાં તાલુકા પો.સ્ટે.ના પીઆઇ એ.એમ.હેરમા, એએસઆઇ ભુરાભાઇ માલીવાડ, એચસી અજીતભાઇ ગંભીર, મનોજભાઇ જોગરાદીયા, પી.સી. હાર્દીકભાઇ ભીંભા, પી.સી. પ્રદીપભાઇ આગરીયા તથા ડ્રાઇવર પી.સી. વનરાજભાઇ ધાંધલ જોડાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
