વિસાવદરના ખંભાળિયા ગામના મહિલા સરપંચના પતિનું સારવારમાં મોત, બનાવ હત્યામાં પલટાયો
એક મહિના પહેલા ગામના શખ્સે પાઇપથી હુમલો કર્યો હતો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા. ૧૪, વિસાવદરના ખંભાળિયા ગામના મહિલા સરપંચના પતિનું સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામના મહિલા સરપંચના પતિ અરવિંદભાઈ ભીખાભાઈ મકવાણા ઉપર ગઈ તારીખ ૧૫ માર્ચના રોજ રાત્રેના ગામની આંગણવાડી પાસે કિશોર ઉર્ફે ભાણો ભરી માલવિયાએ બોલાચાલી કરી લોખંડના ભાગ વડે હુમલો કર્યો હતો. શખ્સ માથાકૂટ કરતો હોય તેથી ઠપકો આપતા કિશોર માલવીયાએ કરેલા હુમલાથી અરવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી પ્રથમ જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા ગઈ તારીખ ૧૨ એપ્રિલના રોજ અરવિંદભાઈનું સારવાર દરમિયાન મળત્યુ નીપજ્યું હતું.
આમ આ બનાવ હત્યામાં પલટાતા વિસાવદર પોલીસે ઈસમ વિરુદ્ધ ખૂનની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.(તસ્વીરમાં મૃતકનો મૃતદેહ તથા તેનો ફાઇલ ફોટો નજરે પડે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
