<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

જુનાગઢમાં એસઓજીએ એમડી ડ્રગ્સ પકડ્યું :આરોપી તુષાર ટાટમીયા પાસેથી 4,66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અગ્રાવત ચોકથી બાઈક પર આવતા તુષારને કોર્ડન કરી ઝડપી લેવાયો :46000ની કિંમતનું 4.66 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ ફોન અને બાઈક સહીત 81.600નો મુદામાલ જપ્ત

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ એસ.ઓ.જી. જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા.નશીલા પદાર્થોનું વેંચાણ કરતા શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.પી.સી.સરવૈયા તથા પોલીસ ઇન્સ એમ.વી.રાઠોડ તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય

 એસ.ઓ.જીના પો.હેડકોન્સ. અનિરૂધ્ધભાઇ ચાપરાજભાઈ વાંકનાઓને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, "તુષાર બાલક્રિષ્ન ટાટમીયા વાણંદ રહે.જુનાગઢ, આદિત્નગર-ર વાળો હોન્ડા શાઈન મોટરસાયકલ નં.GJIICM-699 માં પ્રતિબંધિત નાર્કોટીકસ ડ્રગ્સ લઈને જુનાગઢમાં અગ્રાવત ચોકથી ખલીલપુર રોડ તરફ વેચાણ કરવા નિકળનાર છે" જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્રારા સતત વોચ રાખવામાં આવેલ હતી. વોચમાં હતા 

  દરમ્યાન અગ્રાવત ચોક તરફથી મોટરસાયકલ સાથે એક શખ્શ આવતો જોવામાં આવતા સદર ઇસમને એસ.ઓ.જી. ટીમ દ્વારા કોર્ડન કરી તેમની ઝડતી કરતા સદરહુ ઇસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ૪.૬૬ ગ્રામ કિ.રૂા.૪૬,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ કબજે કરી જુનાગઢ શહેર બીડીવી. પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે. તેમજ આગળની તપાસ ચાલુ છે.

આરોપી તુષાર બાલકૃષ્ણભાઇ ટાટમીયા વાણંદ (ઉ.વ.-૨૨) ધંધો-મજુરી, (રહે.જુનાગઢ, આદિત્યનગર-૨, નંદનવન શાકમાર્કેટ પાછળ, બ્લોક નં.૨૧, શ્રીનાથજી પાનની સામે)

 કબ્જે કરેલ મુદામાલમાં મેફેડ્રોન ડ્રગ્સ ૪.૬૬ ગ્રામ કિ.રૂ. ૪૬,૬૦૦/- તથા મોબાઈલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મોટરસાયકલ કિ.રૂ..૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. પી.સી.સરવૈયા તથા પો.ઇન્સ. એમ.વી.રાઠોડ એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, તથા પો.હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, પ્રતાપભાઇ શેખવા, પરેશભાઇ ચાવડા, રાજુભાઇ ભેડા, તથા પો.કોન્સ. વિશાલભાઈ ઓડેદરા, રોહીતભાઈ ધાધલ, ભુપતસિંહ સિસોદીયા, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવિરાજભાઈ વાળા વીગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.


 

(7:37 PM IST)