હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામવાડી) , નિજાનંદ પરિવાર - ધોરાજી તથા ધોરાજી તાલુકા પેન્શનર મંડળ દ્વારા આયોજીત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ 256 થી વધુ દર્દીઓએ લાભ લીધો
શ્રીમતિ ભાવનાબેન ચીખલિયા સ્મૃતિ ટ્રસ્ટ અને ત્રિમૂર્તિ હોસ્પિટલ-જૂનાગઢના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામવાડી) , નિજાનંદ પરિવાર - ધોરાજી તથા ધોરાજી તાલુકા પેન્શનર મંડળ દ્વારા આયોજીત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ માં 256 થી વધુ દર્દીઓએ લાભ લીધો
ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ ના પ્રમુખ રાજુભાઈ યાદવ એ યાદીમાં જણાવેલ કે ધોરાજી શ્યામ વાડી ખાતે જુનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલના સહયોગથી ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામવાડી) , નિજાનંદ પરિવાર - ધોરાજી તથા ધોરાજી તાલુકા પેન્શનર મંડળ દ્વારા આયોજીત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ
આ પ્રસંગે કેમ્પ નો દીપ પ્રાગટ્ય ધોરાજીના મોટી હવેલી ના પૂજ્ય ગોસ્વામી અભિષેક કુમાર મહોદય તેમજ ત્રિમૂર્તિ હોસ્પિટલના ડોક્ટર ડી.પી ચીખલીયા કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ નિજાનંદ પરિવારના પ્રમુખ જે જે વીરાણી પેન્શન મંડળના પ્રમુખ ભરતભાઈ ભાલોડીયા તેમજ શહેરના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
કાર્યક્રમના ઉદ્ઘાટક ડોક્ટર ડી.પી.ચીખલીયા એ જણાવેલ કે ધોરાજીને આંગણે ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ દ્વારા વિનામૂલ્ય મહા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં સૌથી વધારે દર્દીઓને વિનામૂલ્ય લાભ મળે તેવો મારો ઉદ્દેશ છે તેમજ ધોરાજીની ત્રણ સંસ્થા ગુજર છત્રી કડિયા સમાજ નિજાનંદ પરિવાર અને ધોરાજી તાલુકા પેન્શન મંડળ એ અમોને જે સપોર્ટ કર્યો છે તેમને હું અભિનંદન પાઠવું છું
આ સાથે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ એ ધોરાજીની શ્યામ વાળી ખાતે યોજાયેલ ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ દ્વારા મેનામૂલ્ય કેમ્પને વધુમાં વધુ લોકોએ લાભ લીધો છે તે બદલ ધોરાજીની ત્રણેય સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા
આ સમયે ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ ના ડોક્ટર ડી.પી ચીખલીયા એ ધોરાજીના સેવાભાવી ગણાતા કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ નીજાનંદ પરિવારના પ્રમુખ જે જે વીરાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી અર્જુન એકેડેમી ના સંચાલક દિનેશભાઈ ચાવડા એડવોકેટ કાંતિભાઈ જાગાણી ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશન ભાઈ માવાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચંદુભાઈ ચોવટીયા જયંતીભાઈ પારવાણી વિજયભાઈ બાબરીયા બટુકભાઈ કંડોલિયા વિગેરે અગ્રણીઓનું પુષ્પગુચ્છ તેમજ સાલ દ્વારા સન્માનિત કર્યા હતા
મેડિકલ કેમ્પમાં ધોરાજી નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સામાજિક સેવાકીય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
વિનામૂલ્ય સરવરો નિદાન કેમ્પમાં જુનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલ્સ નિઃશુલ્ક BMD ટેસ્ટ (બોનમેરો ડેન્સીટી ટેસ્ટ) હાડકાનું ઘનત્વ માપવાની તપાસ. નિઃશુલ્ક RBS ટેસ્ટ - સુગર માપવા માટેની તપાસ.નિઃશુલ્ક ન્યુરોપેથી રીપોર્ટ. યુરીક એસીડ રીપોર્ટ તેમજ.ડૉ. ડી.પી. ચીખલિયા એન્ડોસ્કોપી એન્ડ લેપ્રોસ્કોપી સજર્ન (પેટને લગતા રોગોના નિષ્ણાંત) ડૉ. શૈલેષ જાદવ. યુરોપીયન ડીપ્લોમા ઇન ક્રીટીકલ કેર (હૃદય, બી.પી., ડાયાબીટીસ સ્પેશ્યાલીસ્ટ)., ડૉ. પ્રતિક ટાંક હાડકાના રોગોના નિષ્ણાંત (ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન), ડૉ. ગૌરવ સોલંકી લેપ્રોસ્કોપીક એન્ડ જનરલ સર્જન (પેટને લગતા રોગોના નિષ્ણાંત), ડૉ. રમ્યતા દયાતર ચહેરા, મો તથા જડબાના સર્જન ડૉ. તન્વી કાચા (M. D. Psychiatry) |મગજ અને માનસિક રોગોનાં નિષ્ણાત ડો. ફોરમ ટાંક ડર્મેટોલોજીસ્ટ & કોસ્મેટોલોજીસ્ટ (ચામડીના રોગના નિષ્ણાંત), ડૉ. કલ્પેશ બજાણીયા હાડકાના રોગોના નિષ્ણાંત ઓર્થોપેડીક સ્પાઇન સર્જન, ડૉ. ભાર્ગવ ત્રિવેદી એમ.બી.બી.એસ., એમ.એસ. (જનરલ સર્જરી) મ.સી.એચ (ન્યુરો સર્જરી) કન્સલ્ટન્ટ બ્રેઇન એન્ડ સ્પાઇન સર્જન વિગેરે તમામ નામાંકિત ડોક્ટરોએ વિનામૂલ્ય સેવા આપી હતી
ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ ના એચઓડી અને ધોરાજીના વતની મનિષાબેન કોયાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું
સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામવાડી નિજાનંદ પરિવાર ધોરાજી તાલુકા પેન્શન મંડળ ધોરાજી તેમજ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન અને ત્રિમૂર્તિ મલ્ટી હોસ્પિટલ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે ભવ્ય આયોજન કરવામાં આવેલ અને તમામ સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
