<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ધોરાજી ખાતે હજરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્ષનો દબદબા ભેર પ્રારંભ વિશાળ સંદલ શરીફ નીકળી

4 દિવસ સુધી દરગાહ શરીફ ખાતે લાખો હિન્દુ મુસ્લિમો શીશ ઝુકાવશે: ફકીર લંગર નીયાજ કમિટી દ્વારા 4 દિવસ વેજિટેરિયન પ્રસાદનું થશે વિતરણ

ધોરાજી:ધોરાજી ખાતે હજરત લાલ શાહ વલી ના 4 દિવસીય ઉર્ષ શરીફ નું ખુબજ શાનો શોકત સાથે દબદબા ભેર પ્રારંભ થયો છે
  પ્રથમ દિવસે દરગાહ શરીફ ખાતેથી ખાદીમ દરગાહની ઉપસ્થિતિમાં ઢોલ નગારાના નાદ સાથે વિશાળ સંદલ શરીફ નીકળ્યું જેમાં વિશ્વ વિખ્યાત જાંબુરના સિદી બાદશાહના આદિવાસી નૃત્ય એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ સંદલ શરીફમાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ યાસીન ભાઈ નાલબંધ મુસ્લિમ સમાજ ના આગેવાન મકબૂલભાઈ ગરાણા મોહમદ કાસિમભાઈ ગરાણા ધોરાજીના નામાંકિત અગ્રણી બિલ્ડરના સી ઈ ઓ અનવરશાહ રફાઈ. શબીર ગરાણા સહિત ના ઉપસ્થિત રહ્યા હતા
 ઉર્ષના 4 દિવસીય સુધી ચાલનાર આ ઉર્ષ માં દરગાહ એ દર્શન માટે આવતા હિન્દુ મુસ્લિમ  દર્શનથી માટે જમવા માટે ફકીર લંગર નીયાજ કમિટી ના લાલુભાઈ સિંધી અને હનિફભાઈ માંજોઠી દ્વારા વેજિટેરિયન લંગર નું આયોજન કરવામાં આવેલ છે જેમ દર્શનાર્થીઓ નિઃશુલ્ક ભોજન લેશે
 એજાજ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોક મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં બાળકો ની રાઇટ્સ અને વિવિધ પ્રકાર ના સ્ટોલ આકર્ષણ નું કેન્દ્ર બનશે

 

(9:30 PM IST)