News of Monday, 14th April 2025
ધોરાજી ભાદર 2 ડેમ પાસે આવેલ લાગણી ધાર ખોડીયાર માતાજીના મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:મંગળવારે મૂર્તિ પ્રતિષ્ઠા યોજાશે
વિશ્વામિત્ર ગીરીજી મહારાજ ગુરુ શ્રી દિગંબર મહંત લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસે મહોત્સવનો પ્રારંભ:આશ્રમ ફરતે આઠ ગામો લાગણી ધાર અડવાર સુપેડી ઝાંઝમેર સનાળા ધોરાજી રામપરા સમસ્તગ્રામજનો ધુવાળા બંધ મહાપ્રસાદ લેતા ગ્રામજનો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ભાદર બે ડેમ નજીક આવેલ લાગણીધાર શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય ગુરુદેવ શ્રી મહંત સેક્રેટરી શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના શિષ્ય વિશ્વામિત્ર ગિરીજી મહારાજ દ્વારા ભવ્ય મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે માહિતી આપતા સેવક બાબુભાઈ જાગાણી (એડવોકેટ) એ જણાવેલ કે ધોરાજી થી 10 કિલોમીટર દૂર આવેલ લાગણીધાર તરીકે પ્રસિદ્ધ પામેલ આશરે 200 વર્ષ જુના શ્રી ખોડીયાર માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13 રવિવાર થી તારીખ 15 અને 16 બુધવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
આ પ્રસંગે ગુરુ શ્રી મહંત સેક્રેટરી શ્રી દિગંબર લાલુગીરી મહારાજના સાનિધ્યમાં ગિરનાર મંડળ તેમજ ગોંડલ મંડળ ના સંતો મહંતો આવતીકાલે મંગળવારે પધારશે વહેલી સવારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે બાદ બંને મંડળના સાધુ સંતો માટે ભંડારા સાહેબનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતના ઉદ્યોગપતિ રમેશભાઈ ગજેરા શ્રીમતી ભાનુબેન ગજેરા મુખ્ય દાતા તરીકે 11 કુંડી મહા યજ્ઞનોમાં યજમાન તરીકે આવતીકાલે મંગળવારે બિરાજમાન થશે તેમજ ત્રણ દિવસ સુધીના મહાપ્રસાદના દાતા રમેશભાઈ સિદ્ધપરા સાપર ના ઉદ્યોગપતિ તેમજ ધોરાજીના દાતા શ્રી વિગેરે મહાનુભાવો મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેશે
સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે જામકંડોરણા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેવાના છે
આ પ્રસંગે તારીખ 7 અને સોમવારથી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે સાત તારીખે ભૂમિ પૂજન નું આયોજન થયુ તેમજ સ્તંભના સામૈયા અને કુંભ સ્થાપન નો કાર્યક્રમ સાધુ સંતોની હાજરીમાં યોજાઈ ગયો છે અને રવિવારના રોજ સાંજે છ કલાકે બારપહર પાઠ જ્યોત પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો બાદ આજે સોમવારના રોજ સાંજે ચાર કલાકે ડાલીબેનના સામૈયા યોજાશે બાદ ડાલી બેન પાઠ જ્યોત પ્રાગટ્ય મહોત્સવ યોજાશે આવતીકાલે મંગળવારના રોજ બાર પહોર પાઠ જ્યોતિ વિસર્જન યોજાશે અને ધ્રુવ દોરીના સામૈયા શુભ ચોઘડીએ યોજાશે તેમજ મંગળવારે સંતોના સામૈયા અને ભંડારા યોજાશે મંગળવારે સવારે થમ ખડો થવાનો મુરત છે અને તારીખ 16 ને બુધવારે સ્તંભ વિસર્જન યોજાશે
તારીખ 13 અને 14 દેહ સુઘી હેમાદ્રી મંડપ પ્રવેશ અને ગણપતિ પૂજન યોજાશે તારીખ 14 ની રાત્રીના સેવંત્રા ગામના પોલાભાઈ આહીર ની પ્રખ્યાત કાનગોપી નો પ્રોગ્રામ યોજાશે અને આવતીકાલે મંગળવારના રોજ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
આ પ્રસંગે ભુવાતા શ્રી ગોગનઆતા પરબઆતા સતાપર ગામના ખાસ બિરાજમાન થશે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડીયાર માતાજીની મૂર્તિ તેમજ ગણપતિદાદા અને હનુમાનજી મહારાજની મૂર્તિનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે
સમગ્ર મહોત્સવ ગુરુ શ્રી મહંત સેક્રેટરી શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના શિષ્ય વિશ્વામિત્રગીરીજી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસથી મહોત્સવ ભવ્યવતી ઉજવાશે જેમાં મંદિરની આજુબાજુના ગણાતા ગામોમાં લાગણી ધાર ઓખી સુપેડી ઝાંઝમેર સનાળા ધોરાજી રામપરા તમામ સમસ્ત ગામ ને નિમંત્રણ પાઠવવામાં આવ્યો છે અને ત્રણ દિવસ સુધી ભવ્ય અન્નક્ષેત્ર મહાપ્રસાદ નો હજારો ભક્તો લાભ લેશે જેથી આઠે આઠ ગામ દ્વારા ધૂવાળાબંધ મહાપ્રસાદ લેશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે
આ પ્રસંગે ઝાંઝમેર ગામના નાથુભા ચુડાસમા ગણુંભા જાડેજા કિશોરસિંહ જાડેજા જેઠુભા જાડેજા યુવરાજસિંહ ચુડાસમા વિપુલભાઈ ઠેસીયા કનકસિંહ જાડેજા નાથાભાઈ બેરા હરપાલસિંહ ચુડાસમા ઘનશ્યામસિંહ જાડેજા પ્રવિણસિંહ જાડેજા ચંદુભાઈ ભૂત બાબુભાઈ ઠુંમર કનકસિંહ જાડેજા મહેશભાઈ બાલધા અનીલસિંહ ચુડાસમા વિગેરે દાતાશ્રીઓ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે
શ્રી લાંગણી ધાર ખોડીયાર માતાજી મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તજનોએ દિવ્ય લાભ લેવા બાબુભાઈ જાગાણી તથા સમસ્ત સેવક ગણ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
