News of Monday, 14th April 2025
ધોરાજી ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી
5000થી વધુ ભાઈ બહેનો જય ભીમના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા: બાઈક રેલી તેમજ મહિલાઓની અલગ શોભા યાત્રા અને સંગીત સભર કાર્યક્રમ યોજાયા...

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી હતી
રાષ્ટ્રના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ની ધોરાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ધોરાજી મેઘવાળ સેવા સમાજ દ્વારા સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તારીખ 13 ના રોજ યુવાનો દ્વારા વિશાળ બાઈક કરેલી યોજવામાં આવી હતી
બાદ આજે તા. 14ના રોજ સવારે મેઘવાળ સમાજ મહિલા દ્વારા વિશાળ ડીજેના તાલે જય ભીમ ના નારા સાથે શોભાયાત્રા ઐતિહાસિક કાઢી હતી જેમાં મહિલાઓએ તલવારબાજી સાથે દાંડીયારાસ નો પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમો સાથે વિશાળ રેલી યોજી હતી જે રેલી ધોરાજીના બાબાસાહેબ આંબેડકર ચોક પ્રતિમા ખાતે જય ભીમ ના નારા સાથે પુષ્પહાર દ્વારા આંબેડકર જીની પ્રતિમાને હારતોરા કર્યા હતા
બાદ બહારપુરા નસીબ ચોક ખાતેથી સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા વિશાળ ઐતિહાસિક શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો જે શોભાયાત્રામાં મેઘવાળ સમાજના પૂર્વ નગરપતી ડી.એલ.ભાસા અશોકભાઈ સૌંદરવા કાંતિભાઈ સૌંદરવા યોગેશભાઈ ભાસા પ્રતાપભાઈ ભાંભી જીતુભાઈ ચૌહાણ એડવોકેટ ભરતભાઈ બગડા તુષારભાઈ સોંદરવા જયેશભાઈ ચૌધરી બાલુભાઈ વિંઝુડા નરેશભાઈ રાઠોડ રાજુભાઈ ચૌધરી વિમલભાઈ સોંદરવા રાજુભાઈ બગડા અરવિંદભાઈ બગડા દીપકભાઈ ભાષા રણજીતભાઈ બગડા ભરતભાઈ મૂછડીયા દેવશીભાઈ રાઠોડ પ્રવીણભાઈ ગાંધી સહિત
રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા
આ સાથે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ અને જૈન સમાજના અગ્રણી લલિતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઇ માવાણી કે.પી માવાણી કાંતિભાઈ જાગાણી હકાભાઇ દરજી વિગેરે આગેવાનો તેમજ ધોરાજી નગરપાલિકા ના હોદ્દેદારો તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા સહિતના આગેવાનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિભાને હાર તોરા કરી શોભાયાત્રા નું સન્માન કર્યું હતું
અને શોભાયાત્રા નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમમાં વિશાળ બાઈક રેલી, મહીલાઓ દ્રારા શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. ધોરાજી શહેરના રાજકિય અને સામાજિક આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ધોરાજીમાં બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે બાબતે આઇપીએસ અધિકારી સિમરન ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પોલિસ ઇન્સ્પેક્ટર રવી ગોધમ તેમજ પીએસઆઇ ગોહેલ નારણભાઈ પંપાણીયા રમણીકભાઈ મણવર સહિત તમામ પોલીસ સ્ટાફ બંદોબસ્ત જાળવી રાખ્યો હતો
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
