મોરબીના ગાળા ગામે 3.57 કરોડની કોલસા કૌભાડનો યુગાન્ડા ભાગી ગયેલો મુખ્ય આરોપી ભગીરથ ઝડપાયો
આરોપી ભગીરથ હુંબલ યુગાન્ડાથી યુ.એ.ઈ. થઈને અમદાવાદ એરપોર્ટ આવતા એરપોર્ટ ખાતેથી આરોપીને ઝડપી લીધો :SMC ટીમે અમદાવાદ એરપોર્ટ ખાતેથી કબજો મેળવી SMC ઓફિસે લાવી ધોરણસરની અટકાયત કરી

મોરબી જિલ્લામાં કોલસા ચોરીનો ફરાર આરોપી આખરે અમદાવાદ એરપોર્ટ ઉપરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી લીધો છે. મોરબીના ભગીરથ હુંબલની ધરપકડ કરી SMCએ પૂછપરછ હાથ ધરી છે. ભગીરથ હુંબલ સામે ડિસેમ્બર-2024માં રૂપિયા 3.57 કરોડની કોલસા ચોરીનો ગુનો નોંધાયો હતો. કોલસા ચોરીનો ગુનો નોંધાયા બાદ ભગીરથ હુંબલ યુગાન્ડા ફરાર થઈ ગયો હતો. આ કેસમાં અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીમાં 3.57 કરોડના કોલસા ચોરીના કેસમાં ભગીરથ સી.હુંબલ વિરૂધ્ધ લિક આઉટ સરક્યુલર ઈશ્યુ કરવામાં આવ્યો હતો.જેમાં મોરબીની શીવમ પાર્ક સોસાયટીમાં રહેતો ભગીરથ યુગાન્ડાથી વાયા UAE અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. જ્યાંતી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ 14 એપ્રિલ 2025ના રોજ તેનો કબજો મેળવ્યો હતો. તેની પાસેથી પોલીસે મોબાઈલ કબજે કર્યો હતો.
આ ગુનામાં પોલીસે અત્યાર સુદીમાં 19 આરોપીની ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોલસા ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં 1584 ટન PCL COAL, 300 ટન પાવડર, માટીથી મિક્સ કરેલો 200 ટન કોલસો વગેરે મળીને કુલ રૂ. 3,57,13,175ના મુદ્દ્માલ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલમાં તપાસ ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
