હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th April 2025
ઢોકળવામાં ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થતા મંગાભાઇનું મોત
પ્રૌઢ બાઇક પર ઘરે જતા'તાઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧પઃ ગીરગઢકાના ઢોકળવા ગામમાં ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થતા પ્રૌઢનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ ઢોકળવા ગામમાં રહેતા મંગાભાઇ ખોડાભાઇ ચૌહાણ (ઉ.વ. પ૦) ત્રણ દિવસ પહેલા પોતાનું મોટર સાયકલ લઇને પોતાના ઘરે જતા હતા ત્યારે અચાનક ગાય આડી ઉતરતા મંગાભાઇએ કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા પડી જતા મંગાભાઇને માથા તથા શરીરે ઇજા થઇ હતી. તેને સારવાર ઉના, વેરાવળ, જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન રાત્રે મોત નિપજયું હતું. મૃતક મંગાભાઇ રીક્ષા ચલાવતા હતા તે બે ભાઇ અને ચાર બહેનમાં મોટા હતા. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે આ અંગે ગીરગઢડા પોલીસે કાર્યવાહી કરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
