<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

જામનગરમાં દિલ્‍હીથી લઇ આવેલ સાડાત્રણ લાખના દારૂ સાથે ઝડપાયો

જામનગર તા.૧૫: જામનગર શહેરમાં મહાદેવનગર સાતનાલા પાસે પિયુષ સ/ઓ ગોવિંદભાઇ પરબતભાઇ ડેર આહીર ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે.યાદવનગર ભકિતનગર કિસ્‍મત પાનની બાજુમા જામનગર વાળાના કબ્‍જાનામકાનમાંથી દારૂની બોટલો નંગ-૪૯૨ કિ.રૂ.૩,૪૧,૦૬૪/-તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૪૬,૦૬૪/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્‍ધ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.આ દારૂનો જથ્‍થો પોતે દિલ્‍હીથી લઇ આવેલ નુ જણાવેલ છે તેમજ મજકુર (૧) મયુર કરશનભાઇ ભાટીયા  (પકડાયેલ આરોપી સાથે દારૂ નુ વેચનાર) (૨) જીવાભાઇ ગઢવી રહે.મહાદેવનગર (દારૂનો જથ્‍થો રાખવા માટે મકાન આપનાર) (૩) રણજીતસિંહ પ્રભાતસિંહ સોઢા રહે. મહાદેવનગર  (દારૂનો જથ્‍થો રાખવા માટે મકાન આપનાર) (૪) લાખાભાઈ દલુભાઈ ગઢવી રહે.મહાદેવનગર (દારૂના જથ્‍થાનુ વેચાણ કરાવનાર) ને પકડવાની કાર્યવાહી ચાલુ છે

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.(૩૮.૨૧)

(10:59 AM IST)