<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

આટકોટના ખારચીયા ગામે જસદણના મેરાભાઇ બાવળીયાની લાશ મળી

હાર્ટએટેકથી મોત થયાનું તારણઃ આટકોટ પોલીસે તપાસ હાથ ધરી

તસ્‍વીરમાં મૃતકની લાશ અને ઘટના સ્‍થળે લોકોના ટોળા નજરે પડે છે. (તસ્‍વીર : કરશન બામટા -આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૧પ :.. આટકોટના ખારચીયાના બસ સ્‍ટેશન પાસે લાશ પડી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ખારચીયા ગામનાં સરપંચ મગનભાઇએ આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસના પારસભાઇ કુંવરજીભાઇ તથા જયેશભાઇ અરવિંદભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો.

આટકોટ પોલીસે તાત્‍કાલીક ધોરણે વાલી વારસની કોન્‍ટેકટ કરી લાશને પીએમ અર્થે જસદણની હોસ્‍પિટલમાં ખસેડેલ હતી. મૃતક જસદણના મેરાભાઇ બાવળીયા હોવાનું  અને એટેકથી મોત થયાનું પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. બનાવ અંગે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:59 AM IST)