News of Tuesday, 15th April 2025
ઉપલેટાના મેરવદર ગામે ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી પ્રસંગે વિવાદ થતા દલિતોના ધરણા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૧૫: ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૪૩ ની જયંતિ પ્રસંગ સમગ્ર દેશ ડોક્ટર બાબા સાહેબ ની જયંતિ ઉજવી રહ્યો હતો તેમના ભાગરૂપે ઉપલેટા તાલુકાના મેરવદર ગામે પણ દલિત સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવવાનું દર વર્ષની માફક નક્કી કરાયું હતું દર વર્ષે મેરવદર હાઈસ્કૂલમાં અને ગ્રામ પંચાયતમાં રાખેલ ડોક્ટર બાબા સાહેબની તસવીરને આ લોકો ફુલહાર કરી અને ડોક્ટર આંબેડકર સાહેબ ની જન્મ જયંતીને ઉજવે છે
પરંતુ આ વખતે જ્યારે બાબાસાહેબને ફૂલહાર કરવા દલિતો મેરવદર હાઇસ્કુલ એ પહોંચ્યા ત્યારે મેરવદર હાઈસ્કૂલ નો મુખ્ય ગેટ બંધ હોય દલિતોને આંબેડકર જયંતિ ઉજવવા ન દેવાનો હાઈસ્કૂલના ટ્રસ્ટીઓનું આ કાવતરું હોવાનું દલિત આગેવાન છગનભાઈએ પત્રકારોને જણાવ્યું હતું અને આ બાબતનો વિવાદ થતા મેરવદર ગામે રહેતા તમામ દલિત પરિવારો હાઈસ્કૂલના પટાંગણમાં પહોંચે અને ધરણા કર્યા હતા આ અંગે મેરવદર હાઈસ્કૂલનું સંચાલન કરતા ગ્રામ પંચાયત ના સરપંચ મનસુખભાઈ નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે ૧૪મી એપ્રિલે જાહેર રજા હોય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાજકોટ રહેતા હોય રાજકોટ ચાલ્યા ગયા હતા હાઈ સ્કુલની ચાવી પટાવાળાને આપતા ગયા હતા જ્યારે મેઇન ગેટ ખોલવા માટે ચાવી લઈને પટાવાળો પહોંચ્યો ત્યારે ભૂલથી મેઈન ગેટની ચાવી આપવાની રહી ગયેલ હતી જેથી મેઈન ગેટ ખુલી શકેલ નહોતો પરંતુ બાજુના નાના ગેટમાંથી લોકોએ જઈ અને આંબેડકરને ફુલહાર કરેલા પણ હતા ફુલહાર કર્યા બાદ ત્યાંથી બીજી જગ્યાએ ફૂલહાર કરવા ગયા હતા. આ અંગે કોઈ પણ જાતનો વિવાદ જે તે વખતે થયો નહોતો પરંતુ કેટલાક લોકોએ આ બાબતને રાજકીય રંગ આપવા પાછળથી લોકોને ઉશ્કેરી અને હાઈસ્કૂલના પટાંગણમાંમાં ધરણા કરવા માટે બેસાડેલ હતા સમગ્ર બાબતમાં સંચાલકોનો બાબાસાહેબને ફૂલહાર કરતા અટકાવવાનું કોઈ ઈરાદો નહોતો ફૂલહાર કરવામાં પણ આવેલા પરંતુ કેટલાક આગેવાનોએ આ બાબતને રાજકીય રંગ આપેલ છે જે દુઃખદ બનાવ છે જોકે અંતે ઘી ના ઠામમાં ધી પડી ગયું હતું નાના ગામમાં વાતાવરણ ન બગડે એ માટે આગેવાનો અને પોલીસે સમજાવટથી મામલાને સુલજાવેલ હતો.(૩૮.૧૮)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
