<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

થોરડી -આદસંગ ખાંભા -રોડ ૭ કરોડ, ધજડી -સાંકરપરા -મિતિયાળા રોડ ૩.૨ કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૫: સાવરકુંડલા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે મહત્‍વપૂર્ણ વિકાસ કાર્યોનો શુભારંભ  કરવામાં આવ્‍યો. આ અંતર્ગત, થોરડીથી આદસંગ ખાંભા સુધીના રૂ.૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રોડ અને ધજડીથી સાંકરપરા થઈને મિતિયાળા સુધીના રૂ.૩.૨ કરોડના ખર્ચે નવીનીકરણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું. આ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સ્‍થાનિક ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા અને ધારાસભ્‍યશ્રી જે.વી. કાકડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના વરદ હસ્‍તે સંપન્ન થયું.

ધારાસભ્‍યશ્રી મહેશભાઈ કસવાલાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, ‘‘આ રોડના નવીનીકરણથી આસપાસના ગામોના લોકોને અવરજવરમાં ઘણી સુગમતા રહેશે. વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે અને અમે અમારા વિસ્‍તારના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ છીએ. ‘‘ધારાસભ્‍યશ્રી જે.વી. કાકડીયાએ પણ આ વિકાસ કાર્યોને પ્રદેશના વિકાસ માટે મહત્‍વપૂર્ણ ગણાવ્‍યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍યમહેશભાઈ કસવાલા, ધારાસભ્‍યશ્રી જે.વી. કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, શહેર ભાજપ પ્રમુખ અનિરૂઘ્‍ઘસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, ખાંભા તાલુકા ભાજ૫ પ્રમુખ આનંદભાઇ ભટ્ટ, એ.પી.એમ.સી. ચેરમેન દિ૫કભાઇ માલાણી, જીલ્લા પંચાયતના સિંચાઇ સમિતીના ચેરમેન લાલભાઇ મોર,જીલ્લા પંચાયત સદસ્‍ય શરદભાઇ ગૌદાની તથા અરવિંદભાઇ ચાવડા, તાલુકા પંચાયત હોદેદારશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્‍યો દિ૫કભાઇ મકવાણા, પ્રફુલભાઇ વેકરીયા તથા ખીમજીભાઇ બગડા તેમજ આદસંગ સરપંચ લખુભાઇ ચાંદુ તથા મોટા ભમોદ્રા સરપંચ ભાવેશભાઇ ખુંટ તથા ઘજડી ગામના સરપંચ ભરતભાઇ ઘડુક તથા કળષ્‍ણગઢ સરપંચ હર્ષદભાઇ મુંજ૫રા તથા તાલુકા સંગઠન હોદેદારશ્રીઓ તથા તાલુકા ભાજ૫ અગ્રણી નિલેશભાઇ કચ્‍છી, પ્રકાશભાઇ પાનસુરીયા, સંજયભાઇ બરવાળીયા, ભુપેન્‍દ્રભાઇ ખુમાણ, ભોળાભાઇ ઢોલરીયા સહિત કાર્યકર્તાઓ તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આ થોરડી-આદસંગ-ખાંભા રોડ અને ધજડી-સાકરપરા-મિતિયાળા રોડનું નવીનીકરણના કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. તેવુ સત્‍વ અટલધારા કાર્યાલયના ઇન્‍ચાર્જ જે.પી. હીરપરાએ યાદીમાં જણાવ્‍યું છે

(11:21 AM IST)