હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલના વોરાકોટડા ગામે જામવાડીના રાજાભાઇ કોળી ઉપર ૪ શખ્સોનો હુમલો
કૌટુંબીક તકરારનો ખાર રાખી તુટી પડયાઃ વચ્ચે પડેલ અન્ય બેને પણ માર માર્યો

રાજકોટ તા. ૧પ :.. ગોંડલના વોરા કોટડા ગામે કૌટુંબીક તકરારમાં જામવાડીના યુવક ઉપર ૪ શખ્સોએ હુમલો કર્યો હતો. અને વચ્ચે પડેલ અન્ય ત્રણ લોકોને પણ માર માર્યો હતો.
મળતી વિગતો મુજબ જામવાડી ગામે રહેતા સનીભાઇ બાબુભાઇ ધાપા (કોળી) એ આરોપી સંજય છગનભાઇ ગોહેલ રે. વોરાકોટડા ગામ, ભરત ઉર્ફે જમાદાર બાબુભાઇ મકવાણા રે. ગોંડલ, લાલુ ભરતભાઇ ઉર્ફે જમાદાર બાબુભાઇ મકવાણા, રે. ગોહેલ તથા ચેતન છગનભાઇ ગોહેલ રે. વોરા કોટડા ગામ સાથે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના કુટુંબી મામા રમેશભાઇ ગોહેલને આરોપી નં(૧)ના સાથે છેલ્લા આશરે ત્રણેક વર્ષથી મન મેળ ન હોય અને ફરીયાદી તેમના કુટુંબી મામા અજયભાઇ ગોહેલના લગ્નમાં ગયેલ હોય જે વાતનુ આરોપી નં(૧)ને સારુ ન લાગતા આરોપીનં(૧)નાએ આ કામના ફરીયાદી સાથે ઝઘડો કરી ફરીયાદીને ગાળો આપી બોલાચાલી કરતા આરોપી નં(૨) નાઓ આવી પાછળથી કાચની બોટલ ફરીયાદીને મારવા જતા સાહેદ રમેશભાઇ ગોહેલને કોણી પાસે વાગી જતા મુંઢ ઇજા થયેલ અને આરોપી નં(૩) તથા નં(૪)નાઓ આવી ફરીયાદીને પકડી ઢીકાપાટુનો માર મારેલ અને આરોપી નં(૧)નાએ આરોપી નં(૨)ના હાથમાં રહેલ બોટલ લઇ ફરીયાદીને માથામાં ડાબી બાજુ મારી લીધેલ જેથી ફરીયાદીને લોહી નીકળી ગયેલ હોય અને આરોપી નં(૧)નાએ સાહેદ રમેશભાઇ ગોહેલને કાચની બોટલનો એક ઘા માથાના પાછળના ભાગે મારી દઇ અને આરોપી નં(૧)પાસે છરી જેવુ હથીયાર હોય જે સાહેદ રમેશભાઇ ગોહેલને મારવા જતા ફરીયાદીના કુટુંબી મામા દિપકભાઇ વચ્ચે પડતા તેમના હાથની હથેળીમાં વાગી જતા ઇજા કરી હતી.
આ ફરિયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
