<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

કોટડા સાંગાણીના બગદડીયા ગામે વાડીમાં વિજ વાયર તૂટતા બે ભેંસના મોતઃ ૯.૩પ લાખનું નુકશાન

તસ્‍વીરમાં આગ લાગી હતી તે, વાડી નજરે પડે છે.(તસ્‍વીર : બસીર બાંગા-કોટડાસાંગાણી)

(બસીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા. ૧પઃ  કોટડાસાંગાણીના બગદડીયા ગામે વાડીમાં વિજવાયર તુટતા લાગેલી આગમાં બે ભેંસના મોત થયા હતા તેમજ ઢોરનો ઘાસચારો, જીરૂ તથા અન્‍ય સામગ્રી સળગી જતા ૯.૩પ લાખનું નુકશાન થયું હતું.

મળતી વિગતો મુજબ બગદડીયા ગામના બાબાભાઇ ભીખાભાઇ હુંબલ (ઉ.વ. પ૬) ધંધો- ખેતીની વાડીમાં વિજવાયર તુટતા વાડીમાં આગ લાગી હતી તેઓ વાડીએ જતા   વાડીમા ઢોરબાંધવાનુ ઢારીયુ તેમજ ત્‍યા આગળ રાખેલ ઢોરનો ચારો પડેલ હતો તે આખુ સળગતુ હતુ અને આ ઢારીયામાં એક ગાય અને ત્રણ ભેસ બાધેલ હતી જેમાથી એક ગાય તેમજ એક ભેસ ખીલેથી તોડાવીને નીકળી ગયેલ હતી અને બે ભેસ સળગીને બળી ગયેલ હતી અને મારા મામાના દિકરા અશ્‍વીનભાઇ ખાટરીયાને ફોન કરી આ બનાવની જાણ કરતા અヘનિભાઇએ ગોંડલ નગરપાલીકામા ફોન કરેલ હતો અને અમારા વાડીમાં ગોડાઉનમા રાખેલ ઢોરનો ચારો તેમજ જીરૂની સાત ગુણ તેમજ પી.વી.સી.ની પાઇપ બાવીસો ફુટ તેમજ ખેતીના ઓજારો હતા તેમજ ડ્રીપના પંચાવન બંડર આ ગોડાઉનમા રાખેલ તેમા પણ આગ લાગેલ અને થોડીવાર પછી ફાયરના ની બે ગાડી આવેલ હતી અને આગમાં પાણીનો છંટકાવ કરવા લાગેલ અને આગ ઉપર કાબુ મેળવેલ હતો.

મૃતક ભેસનુ પી.એમ કરાવેલ હતુ વાડીમા આગ લાગવાથી બે ભેસની કિમત ૨.૫૦.૦૦૦/ તથા ઢોરનો સુકો ઘાસ ચારો આશરે નવસો મણ કિંમત આશરે ૩.૬૦.૦૦૦/- તથા જીરૂ આશરે ૨૨ મણની કિમત ૧.૦૦.૦૦૦/- તથા પી.વી.સી પાઇપ આશરે ર૨૦૦ ફુટ ની કીમત આશરે ૧.૦૦,૦૦૦/તથા ડ્રીપના પંચાવન બંડર આશરે તેવીસ હજાર ફુટ કિંમત આશરે ૫૦.૦૦૦/ તેમજ ખેત ઓજાર કિમત ૭૫.૦૦૦/- આમ કુલ રૂપીયા આશરે ૯.૩૫,૦૦૦/નુ વીજવાયરમાં શોર્ટ સર્કીટ થતા વીજવાયર તુટીને નીચે વાડીમાં પડતા વાડીમા આગ લાગતા નુકશાન થયેલ છે.

બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસમાં જાણ કરાતા એ.એસ.આઇ. આર.ડી. ઝાલાએ તપાસ હાથ ધરી છે

(11:30 AM IST)