<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

વાંકાનેરમાં શહેર ભા.જ.પ. પ્રમુખ તરીકે દિપકભાઇ પટેલ તથા તાલુકા ભા.જ.પ. પ્રમુખ તરીકે ચતુરભાઇ મકવાણા

 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧પઃ વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંકાનેર શહેર તથા તાલુકા ભા.જ.પ. પ્રમુખોની નિયુકતી જાહેર કરાઇ છે.

જેમાં શહેર ભા.જ.પ. પ્રમુખ તરીકે દિપકભાઇ પટેલ તથા તાલુકા ભા.જ.પ. પ્રમુખ તરીકે ચતુરભાઇ મકવાણા ની નિમણુંક થતા જ અત્રે ગરાસીયા બોડીંગ ખાતે આવેલ ભા.જ.પ. કાર્યાલય ખાતે બન્ને નવનિયુકત હોદેદારોને સત્‍કારવા ભા.જ.પ. કાર્યકર્તાઓ ઉપસ્‍થીત રહયા હતા.

આ તકે વાંકાનેર મહારાજા રાજવી અને સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, સુરેશભાઇ પ્રજાપતિ, તા. પં. કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન મેર, અમુભાઇ ઠાકરાણી, ગજેન્‍દ્ર રાઠોડ, રસીકભાઇ વોરા, રતીલાલ અણીયારીયા તથા કિશાન મોરચાના ક્રિપાલસિંહ ઝાલા સહીતના આગેવાન અગ્રણીઓ સહીત મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થીત રહયા હતા.

(11:33 AM IST)