હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોધીકા તાલુકા ભાજપ હોદેદારોની વરણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૧પઃ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડ, સહ-ચૂંટણી અધિકારી તથા રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારી ધવલભાઇ દવે તથા હિતેશભાઇ પટેલની સુચનાથી તેમજ સ્થાનિક મંડલ સંકલન સાથે ચર્ચા-વિચારણા કરી હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. તેમ જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું છે.
જેમાં ઉપપ્રમુખ દક્ષાબેન યોગેશભાઇ મકવાણા, ભુપેન્દ્રસિંહ ખોડુભા જાડેજા, યોગેશભાઇ રણછોડભાઇ પારખીયા, નીતેશભાઇ રવજીભાઇ ભુવા, પ્રવીણસિંહ પથુજી ડાભી, કાર્તિકભાઇ પ્રવીણભાઇ વસોયા, મહામંત્રીઃ સુરેશભાઇ વસોયા, મહામંત્રીઃ મયુરસિંહ જાડેજા મંત્રીઓઃ રમણીકભાઇ ગોવિંદભાઇ ફાચરા, ધીરજભાઇ છગનભાઇ વાડોદરીયા, કિરણબેન રમેશભાઇ પરમાર, મોનાબેન શૈલેષભાઇ રાઠોડ, રીનાબેન જીજ્ઞેશભાઇ વઘાસીયા, સવિતાબેન ધીરૂભાઇ ચાવડા કોષાધ્યક્ષ તરીકે મચ્છાભાઇ મનુભાઇ લાંબરીયાની વરણી કરાઇ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
