<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સુત્રાપાડાના મોરાસા ગામે દિપડો ઉપાડી જતા ત્રણ વર્ષની બાળકીનું મૃત્‍યુઃ માત્ર હાથ અને માથુ મળ્‍યાઃ ગામજનોમાં ભય

પ્રભાસપાટણ, તા. ૧પઃ સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે રમેશભાઈ પાલાભાઈ ચાવડા તેમના પરીવાર સાથે જમતા હતા અને તેમની ત્રણ વર્ષની નાની બાળકી કુંદન જમી અને બાજુમાં હાથ ધોવા ગયેલ ત્‍યારે તેમને અચાનક એક દિપડો આવી ઉપાડી ગયો પરીવાર દ્વારા બુમાબુમ કરવા છતાં આ દિપડો આ બાળકી ને લઈ ગયેલ અને આ બાબત ની જાણ સરપંચ દ્વારા ફોરેસ્‍ટ વિભાગ ને કરવામાં આવેલ અને ટીમ તાત્‍કાલિક ગામમા આવેલ અને જુદી જુદી જગ્‍યાએ પાંચ પાજરા ગોઠવવામ આવેલ અને તેમા એક દિપડો પાંજરે પુરાયેલ જેને અમરાપુર એનીમલ કેર ખાતે મોકલવામાં આવેલ.

આ બાળકીની રાતભર શોધખોળ કરવામાં આવેલ અને વહેલી સવારે બાળકીના માત્ર હાથ અને માથું મળેલ આથી ગામમા શોક નુ મોજું ફરી વળેલ અને ભયનો માહોલ ઉભો થયેલ આ બાળકી નુ પોસ્‍ટમોર્ટમ બાદ લાશને પરીવાર દ્વારા સ્‍વીકારવાની મનાઇ કરતા અધિકારીઓ એ તમામ દિપડા પકડવાની ખાત્રી આપતા લાશ સ્‍વીકારી હતી. આ બાબતે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર પંપણીયા એ જણાવ્‍યું કે સુત્રાપાડા રાઉન્‍ડના પ્રાચી બીટ હેઠળ ના મોરાસા ગામે આવેલ રમેશભાઈ પાલાભાઈ ચાવડાની ત્રણ વર્ષની પુત્રી કંદુના ને રાત્રે ૯:૩૦ કલાક ના અરસામાં ઉઠાવી ગયેલ.

ગામ લોકોએ જણાવ્‍યું કે ગામની બાજુમાં સિધ્‍ધિ સિમેન્‍ટ ની માઈન્‍સ આવેલ છે અને આ માઈન્‍સના મોટા ખાડાઓમાં પાણી નથી જેથી આ જંગલી જનાવરો સમી સાંજે ગામમા પાણી અને ખોરાકની શોધમાં આવી જાય છે અને ગામમા મોટાભાગના કુતરા પણ મારી નાખેલ અને નાનાં વાછરડા પણ મારી નાખેલ છે. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)(૬.૪)

(11:55 AM IST)