<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મોરબીના ખારચીયા ગામ પાસે કન્‍ટેનર પાછળ બાઇક ઘુસી જતા તરૂણનું મોતઃ એકને ઇજા

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૫: મોરબીના ખારચિયા ગામ થી આમરણ જતા રોડ પર મોટર સાઈકલના ચાલકે બેદરકારીથી ચલાવીને કન્‍ટેનરના પાછળના ભાગે અકસ્‍માત કરી દેતા તરુણ નું મળત્‍યુ નીપજ્‍યું હતું જયારે ચાલકને ઈજા થતા સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના નવા ખારચિયા ગામે રહેતા રમેશભાઈ રેવાભાઈ બોપલીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કુટુંબીભાઈ રનેશભાઈ કાનજીભાઈના દીકરા સાહિલે પોતાનું મોટર સાઈકલ બજાજ ડિસ્‍કવર જીજે ૧૦ બીઈ ૧૭૫૦ ગત તા. ૧૨ ના રોજ સવારના નવેક વાગ્‍યાની આસપાસ ખારચિયા ગામથી આમરણ ગામે હનુમાન જયંતી હોવાથી હનુમાન મંદિરે પ્રસાદી કરવાની હોય જેથી તે લેવા માટે ફરિયાદી રમેશભાઈનો દીકરો આર્યન તથા સાહિલ બંને મોટર સાઈકલ પર જતા હોય અને મોટર સાઈકલ સાહિલ ચલાવતો હોય અને આર્યન પાછળ બેઠલ હોય રસ્‍તામાં નેશનલ હાઈવે પર જીજે ૧૨ એટી ૮૨૮૪ નું કન્‍ટેનર રોડની સાઈડમાં પાર્ક કરેલ હોય તેની પાછળ ડ્રાઈવર સાઈડમાં સાહિલે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને ભટકાડી દેતા સાહિલને મોઢાના ભાગે તથા કાનની પાછળ શરીરના ભાગે ઇજા થઇ થતા મળત્‍યુ નીપજ્‍યું હતું તો આર્યન (ઉ.૧૬) ને પણ ગંભીર ઈજા પહોચી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(1:33 PM IST)