News of Tuesday, 15th April 2025
જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે સેમીનાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧પઃ નોબલ યુનિવર્સિટી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ના જન્મદિવસ નિમિત્તે સેમીનાર નું આયોજન કરવા માં આવ્યું.
જુનાગઢ માં આવેલ નેહરુ યુવા કેન્દ્રા, જુનાગઢ ની કચેરી દ્રારા અને સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને નોબલ યુનિવર્સિટી NSS યુનિટના સહયોગ થી નોબલ યુનિવર્સિટી ખાતે ડો. બાબા સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી સેમીનાર નું આયોજન કરવા માં આવ્યું હતું. જેનો લાભ યુનિવર્સિટી ના વિધાર્થીઓ એ લીધો હતો. કાર્યક્રમ ના અંતે બધા એ બંધારણ ના પાલન માટે ના શપથ લીધા હતા.
સ્વપ્ન યુવા વિકાસ મંડળ ના -મુખ હર્ષદ વાજા એ એન.વાય. કે. વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એન.એસ.એસ. કોઓર્ડિનેટર આકાશ પુજારી, આસિસ્ટન્ટ -ોફેસર ભુનેશ ઠાકર અને નેહરુ યુવા કેન્દ્રા ના સ્ટાફ, અને સ્વપ્ન યુવા વિકાસ મંડળ ના સભ્યો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવી હતી.
નોબલ યુનિવર્સિટી ના -ેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ -ેસિડેન્ટ ગીરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી વી. પી. ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી કે. ડી. પંડ્યા, -ોવોસ્ટ ડો. એચ. એન. ખેર, રજીસ્ટાર ડો. જય તલાટી દ્વારા કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ) (૯.૧૬)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
