News of Wednesday, 16th April 2025
નંબર વગરનું મોટર સાયકલ લઇને નિકળેલ સલાયાનો યુવાન ઝડપાતા બે ચોરી કબુલી

સલાયા, તા., ૧૬: સલાયા, જીન વિસ્તારમાં આવેલ હનીફભુતની કોલોનીમાં રહેતો સાહિલ હુશેન સંઘાર પાસે એક રજીસ્ટ્રેશન વગરનું શંકાસ્પદ મોટર સાયકલ છે જે હકીકત આધારે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરી વોચમાં રહેલ તે દરમ્યાન નંબર પ્લેટ વગર મોટર સાઇકલ ચલાવીને નિકળતા તેને સલાયા ચાર રસ્તા, સરકારી હોસ્પીટલ પાસે રોકી મો.સા. જોતા કાળા કલરનું પોલીસ પટ્ટા વાળુ જે આધારે ઇ-ગુજકોપ એપ્લીકેશન મારફતે ચકાસતા મો.સા.ના રજીસ્ટ્રેશન નંબર- જી.જે.૧૦. આર-૩૨૮૬ છે એવુ જણાયેલ, મો.સા. બાબતે તેની પુછપરછ કરતા ે સદરહું મોટર સાઇકલ પોતે સિક્કા પાટીયા, માલધારી હોટલ ખાતેથી લઇ આવેલ હોવાનું અને આ સિવાય અન્ય એક મોટર સાઇકલ જી.જે.૧૦. એ.જે.૭૮૨૧ વાળુ પણ પોતે જામનગર, સમર્પણ હોસ્પીટલ પાસેથી લઈ આવેલ હોવાનું અને તે મોટર સાઈકલ હાલ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ડીટેઇન થયેલ હોવાનું જણાવેલ હતું. મળી આવેલ મોટર સાયકલ મજકુર ઈસમે ચોરી કરી અથવા તો છળ કપટપૂર્વક મેળવેલ હોવાની પુરતી અને વ્યાજબી શંકા હોય જેથી તેની કિં.રૂ.૧૦.૦૦૦/- ગણી બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ છે અને વધુ પુછપરછ તથા જામ ખંભાળીયા પો.સ્ટે. ખાતે ડિટેઇન થયેલ મોટર સાઇકલ જી.જે.૧૦-એ.જે.-૭૮૨૧ બાબતે આગળની તપાસ અર્થે બી.એન.એસ. એસ.એક્ટ ક.૩૫(૧)(ઇ) મુજબ અટક કરેલ છે. આ કામગીરી પી.સી.શિંગરખીયા ઇન્સ્પેકટર એસઓજી, સુરેશભાઇ કરશનભાઇ વાનરીયા, નિર્મલભાઇ ભરતભાઇ આંબલીયા, નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, હરદીપસિંહ હેમંતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. એસઓજી, વિજયસિંહ ઘેલુભા જાડેજા, કરણકુમાર દેવશીભાઇ સોંદરવા પોલીસ કોન્સ.એ કરી હતી. (૪.૨૦)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
