<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

શ્રી ગાયત્રી શક્‍તિપીઠ તથા સત્‍ય સેવા યુવક મંડળ ટ્રસ્‍ટના

ઉપક્રમે મહાકુંભ તાાન કરવા ગયેલા ભક્‍તજનોનો સન્‍માન સમારોહ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬: ગાયત્રી શક્‍તિપીઠ જુનાગઢ મંદિરના પટાંગણમાં સત્‍યમ સેવા યુવક મંડળ ટ્રસ્‍ટ તથા ગાયત્રી શક્‍તિપીઠ દ્વારા -યાગરાજ ખાતે શાહી મહાકુંભ માં પવિત્ર તાાન કરનારા  જુનાગઢ શહેર ના ૪૫૨ ભક્‍તોજનો નો એક  ભવ્‍ય સન્‍માન સમારોહ નો કાર્યક્રમ યોજાઈ ગયો.

જેમાં મહા કુંભ મેળાનું મહત્‍વ અને આ મેળાનું સર્જન કેવી રીતે થયુ તે અંગે જણાવ્‍યું હતું કે, ભારતની ભવ્‍ય અને દિવ્‍ય સંસ્‍કળતિ જે સનાતન ધર્મના પાયા પર ઉભી છે. સમુદ્રમંથન દેવતાઓ અને દાનવો દ્વારા થયું, જેમાંથી અમળત કળશ લઈને દેવતાઓ જઈ રહ્યા હતા. આ અમળતના કુંભ માંથી ચાર બિંદુ હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન ચાર પવિત્ર સ્‍થળ ઉપર પડ્‍યા. જેનાથી મહાકુંભ મેળાનું સર્જન થયું એવું શાષાનું પ્રમાણ છે.

આ મહાકુંભ ૧૪૪ વર્ષના દિવ્‍ય યોગ બાદ આવેલ જેમાં ૬૬ કરોડથી વધુ લોકોએ મા ભગવતી ગંગામૈયા  યમુનામૈયા અને ગુપ્ત સરસ્‍વતીમૈયા ના પવિત્ર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ તીર્થક્ષેત્રે યોજાયેલ હતો. આ સન્‍માન સમારોહ -સંગે શ્રી ભારતી આશ્રમના પૂજ્‍ય ૧૦૦૮ શ્રી મહાદેવ ભારતીબાપૂ, મુચુકુંદ ગુફા ના મહંત પૂજ્‍ય શ્રી રાજેન્‍દ્ર ગીરીબાપુ તેમજ રોકડિયા હનુમાન મંદિરના ૧૦૦૮ શ્રી રામમનોહરદાસ બાપુ દ્વારા આશિર્વાદ બાદ મહાકુંભમાં ગયેલા ભક્‍તજનોનું તેમના કરકમળ દ્વારા સન્‍માન થયેલ હતું.

આ સનાતન ધર્મના સેવા યજ્ઞ માં લોક સાહિત્‍યકાર શ્રી અમુદાનભાઈ ગઢવી, ભાગવત કથાકાર શ્રી રવિભાઈ દવે, પ્રફુલભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વેકરીયા, યોગીભાઈ પઢીયાર, સમીરભાઈ દતાણી, પુષ્‍પાબેન પરમાર, સુશીલાબેન છોટાલાલ શાહ, બટુકબાપુ, હરસુખભાઈ ત્રિવેદી, નાથાભાઈ સીલુ, બકુલભાઈ પાઠક, વિગેરે દ્વારા ભક્‍તજનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.અને છેલ્લે અલ્‍પાહાર ની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી શક્‍તિપીઠ ના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી નાગબાપુ વાળા, તેમજ સત્‍યમ સેવા યુવક મંડળ ટ્રસ્‍ટ ના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, કમલેશભાઈ પંડ્‍યા, અલ્‍પેશભાઈ પરમાર, મુકેશભાઈ મેઘનાથી, મનહરસિંહ ઝાલા, કે કે ગોસાઈ,  મનોજભાઈ સાવલિયા, મુકેશભાઈ કાનાબાર,  કેતનભાઇ નાંઢા તથા રાજેન્‍દ્રભાઈ ચુડાસમા દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને પૂર્ણપણે સફળ બનાવ્‍યો હતો.

સંચાલન  સત્‍યમ સેવા યુવક મંડળ ટ્રસ્‍ટ ના સક્રિય સેવાભાવી ચંપકભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:20 PM IST)