<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જેતપુરમાં સાડીના બે કારખાના માંથી ૩૧ બાળ મજુરો મળ્‍યાઃ ત્રણ સામે ગુન્‍હો નોંધાયો

બચપણ બચાવો સંસ્‍થાની ટીમ પોલીસ સાથે ત્રાટકી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૬: જેતપુર સાડીના બે કારખાનામાં ૩૧ બાળમજુરો મુકત કરાવી કારખાનેદાર અને ઠેકેદાર સહીત ત્રણ સામે ગુન્‍હો દાખલ કરાયો હતો. મળતી વિગતો મુજબ જેતપુર ઉદ્યોગ વિસ્‍તારમાં દાતાર તકિયા પાસે આવેલ સાડીના ફિનીશીંગ કારખાનામાં ‘‘બચપન બચાવો'' સંસ્‍થાના કાર્યકરો પોલીસ સાથે ત્રાટકી ચેકીંગ કરતા રપ જેટલા બાળમજુરો મળી આવ્‍યા હતાં તેમજ ભાદરના સામા કાંઠે જીલ્લા ફાટકની સામે આવેલા રાજહંસ ટેક્ષટાઇલ્‍સમાંથી ૬ બાળમજુરો મળી આવતા તમામ ૩૧ બાળમજુરોને ઉદ્યોગનગર પોલીસ મથકે લાવીને રાજકોટ બાળ સુરક્ષા ગૃહ પાસે મોકલવામાં આવ્‍યા હતાં ત્‍યાથી તમામને તેના વતનમાં મોકલાશે. આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે બચપણ બચાવો સંસ્‍થાના શિતલબેન તથા દામીનીબેનની અલગ અલગ ફરીયાદો લઇ કારખાનાના માલીક તબરેજ અંસારી તેમજ રાજહંસ ટેક્ષટાઇલ્‍સના માલીક દુર્ગેશ કુશવાહ અને તેના ઠેકેદાર અનીલકુમાર સોમારૂ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:43 PM IST)