<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

એકજ દિવસમાં કલ્‍યાણપુર પંથકમાં હત્‍યાની ર ઘટના

ગાગા ગામનાં દેવરાજભાઇની ધરમશી ગોરધનભાઇ પરમારે ઉકરડાના પ્રશ્ને તથા ભોપલકામાં જીરૂના પાકના ડખ્‍ખામાં દેવરામ વાલાભાઇ સોનગરાની હત્‍યાથી ખળભળાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૬: દેવભૂમી દ્વારકા જીલ્લાનાં કલ્‍યાણપુર તાલુકામાં એકજ દિવસમાં અલગ-અલગ ર જગ્‍યાએ હત્‍યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે.

ફરીયાદીઃ ખીમાભાઈ કાનજીભાઈ પરમાર જાતે, સતવારા, ઉ.વ.આશરે ૫૦ ધંધો-ખેતી, રહે. ગાગા ગામ વાડી વિસ્‍તાર તા.કલ્‍યાણપુર, જી. દેવભુમી દ્વારકા એ આરોપીઃ ધરમશી ગોરધનભાઈ પરમાર રહે.ગાગા ગામ વાડી વિસ્‍તાર, તા. કલ્‍યાણપુર સામે ફરીયાદ કરીને જણાવ્‍યું છે કે નાનાભાઈ દેવરાજભાઈ તથા આ કામના આરોપીને છેલ્લા દોઢ બે વર્ષથી ઉકરડા બાબતે મનદુખ થયેલ અને તેના કારણે મરણજનાર દેવરાજભાઈએ આરોપીના બા મણીબેન ને માર મારેલ હોય જેના કારણે આરોપી તથા મરણજનાર દેવરાજભાઈ વચ્‍ચે મનદુખ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીએ જે.સી.બી. મશીનના પાવડા વડે મરણજનારના શરીરે આડેધડ ગંભીર ઈજાઓ કરી ફરીયાદી તથા તેની પત્‍નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી.

ફરીયાદીઃ દામાભાઇ દેવરામભાઇ સોનગર, જાતે-સતવારા, ઉં.વ.૩૮, ધંધો-વેપાર, રહે-ભાટીયા ગામ સાંદિપની સ્‍કુલ પાસે, તા. કલ્‍યાણપુર, જી. દેવભુમીદ્વારકા  એ આરોપી- રમેશ દામજીભાઇ રાઠોડ, સામુ રમેશભાઇ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ, રમીલાબેન જયશુખભાઇ રહે-બધા ભોપલકા-ગામ તા. કલ્‍યાણપુર જી-દેવભુમીદ્રારકા તથા શકદાર ઇસમોઃ ટપુ મનજી રાઠોડ, દામા મનજી રાઠોડ, દેવશી મનજી રાઠોડ, મુકેશ દામા રાઠોડ, રહે-બધા ભોપલકા-ગામ તા-કલ્‍યાણપુર સામે ફરિયાદ કરી છે.

ફરીયાદીના બાપુજી રણમલભાઇ જેઠાભાઇ રાઠોડની વાડી ભાગમાં વાવેતરમાં રાખેલ હતી. તે વાડીમાં જીરાનું પાક વાવેતર કરેલ જે જીરૂ બે મહીના પહેલા બળી ગયેલ હોય જેથી ફરીના બાપુજીને શંકા હતી કે, વાવેતર કરેલ જીરાના લીલા પાકમાં બાજુમાં રહેતા આરોપી રમેશ રાઠોડ તથા તેના ભાઇઓ તથા તેના ઘરના સભ્‍યોએ જીરામાં બળી જવાની દવા છાંટી લીલા જીરાનો પાક બાળી નાખેલ જેથી ફરીયાદીના બાપુજી તથા આરોપીઓ સાથે છેલ્લા બે મહીનાથી જીરા બળી ગયા બાબતેનુ મન દુઃખ ચાલતુ હોય જે વાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના બાપુજીના માથાના પાછળ ગરદનના ભાગે તથા મોઢા ઉપર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી એકબીજાની મદદગારી કરી ફરિયાદીના બાપુજીનું ખુન કરી મહે. ડી. એમ. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્‍હો કર્યા છે.

(4:01 PM IST)