તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા કાલે યોજાશેઃ પૂનમબેન માડમ,રિવાબા જાડેજા ઉપસ્થિત રહેશે
જામનગર સહકાર ક્ષેત્રની સૌથી મોટી સભામાં ૪ ધારાસભ્યો સહિત અનેક આગેવાનો હાજર રહેશેઃ ચેરમેન જીતુભાઈ લાલની આગેવાનીમાં તૈયારી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૦ સહકારથી સમળદ્ધિના સૂત્ર સાથે કાર્યરત ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક લી.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા તા.૧૧-૦૭-૨૦૨૬, શનિવારના રોજ જામનગર ખાતે યોજાવા જઈ રહી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સભા સવારે ૧૦.૩૦ કલાકે શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ, રણજીતનગર, જામનગર ખાતે મળશે. સભા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ સભ્યો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.
મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત રાઘવજીભાઈ પટેલ - ધારાસભ્ય જામનગર ગ્રામ્ય, મુળુભાઈ બેરા - ધારાસભ્ય ખંભાળીયા, પબુભા માણેક - ધારાસભ્ય દ્વારકા, મેઘજીભાઈ ચાવડા - ધારાસભ્ય કાલાવડ, દિવ્યેશભાઈ અકબરી - ધારાસભ્યશ્રી જામનગર દક્ષિણ અને હેમતભાઈ ખવા - ધારાસભ્ય જામજોધપુર ડો.વિનુભાઈ ભંડેરી - જિલ્લા પ્રમુખ ભાજપા જામનગર, મયુરભાઈ ગઢવી - જિલ્લા પ્રમુખ ભાજપા દેવભૂમિ દ્વારકા અને બિનાબેન કોઠારી - શહેર અધ્યક્ષશ્રી ભાજપા જામનગર મહાનગર ઉપસ્થિત રહેશે.
સભાનું આયોજન બેંકના ચેરમેન જીતેન્દ્ર એચ. લાલ (જીતુભાઈ લાલ) અને જનરલ મેનેજર તથા ઈન્ચાર્જ સી.ઈ.ઓ. ડો.મોનિલ હાથીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
