<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

નવયુગ લો કોલેજ - મોરબી કાયદાના વિદ્યાર્થીઓ ગાંધીનગર ફોરેન્‍સિક સાયન્‍સ લેબની મુલાકાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૭: રાજ્‍યના પાટનગર ગાંધીનગરમાં આવેલ ફોરેન્‍સિલ સાયન્‍સ લેબ કાયદાના અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓના જીવન વિકાસ માટે ઉપયોગી છે. આ હેતુ સિધ્‍ધ કરવા માટે સંસ્‍થા પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ નવયુગ લો કોલેજ - મોરબીના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવેલ.

અહી ગુજરાત હાઇકોર્ટ પરિસર તથા ફોરેન્‍સિક સાયન્‍સ લેબની મુલાકાત પણ લીધી. ફોરેન્‍સિક સાયન્‍સ લેબમાં Document division, Ballistic Division, Forensic Psychology, Chemistry & Narcotics, Blood Alcohol Division, DNA Division, Computer Forensic, Physic Division, Fingerprint Division વગેરે વિભાગની મુલાકાત લીધી. તે દરમિયાન વિભાગના તજજ્ઞ દ્વારા તલસ્‍પર્શી માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓએ રસપૂર્વક ગ્રહણ કરેલ. આ શૈક્ષણિક મુલાકાતમાં સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી બલદેવભાઇ સરસવાડીયા તેમજ સ્‍ટાફ મિત્રો જોડાયા હતા. (રર.૪)

(10:39 AM IST)