<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

મોરબી મનપા દ્વારા મચ્‍છીપીઠ વિસ્‍તારમાં ગેરકાયદે ઓટલા અને છાપરાના દબાણો તોડી પડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૭: મોરબીના જુના બસ સ્‍ટેન્‍ડ પાછળ આવેલા મચ્‍છીપીઠ વિસ્‍તારમાં મસ્‍જિદ રોડ પર  મોરબી મહાનગરપાલિકા દ્વારા ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડ પર નડતરરૂપ ઓટલા અને છાપરાનું દબાણ દુર કરવામાં આવ્‍યું હતું. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્‍વપ્‍લિન ખરે અને ડેપ્‍યુટી કમિશનરની ઉપસ્‍થિતિમાં આ દબાણ હટાવવામાં આવ્‍યા હતા.

મચ્‍છીપીઠથી અવધપુરી રોડ સુધી આ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવશે. બુલડોઝર મારફતે નડતરરૂપ દુકાનો બહાર રહેલા ઓટલા તોડી પાડવામાં આવ્‍યા હતા. પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.

આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્‍વપ્‍નિલ ખરેએ જણાવ્‍યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મચ્‍છીપીઠ વિસ્‍તારમાં દબાણ હટાવવામાં આવ્‍યુ હતુ. (રર.૩)

(10:41 AM IST)