News of Thursday, 17th April 2025
દ્વારકા ની તસવીર ૧૮૩૦ માં લંડનમાં છપાયેલી એક ઝલક

રાજકોટઃ આ ચિત્રનું નામ છે “The Sacred Town and Temples of Dwarka”, જેને ઈંગ્લેન્ડના લંડન ૧૮૨૬ થી ૧૮૩૦ વચ્ચે છાપવામાં આવ્યું હતું. ચિત્રમાં દ્વારકા શહેરના દરિયાકાંઠે આવેલ મંદિર અને નગરનો નજારો ખુબજ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે.
દ્વારકા શહેર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ભગવાન શ્રીકળષ્ણએ પોતાનું રાજધાનીનું નગર અહીં વસાવ્યું હતું. તેથી દ્વારકાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. આજે પણ લાખો યાત્રાળુઓ શ્રી દ્વારકાધીશજીના દર્શન માટે અહીં આવે છે.
આ ચિત્ર આપણને બતાવે છે કે અઢારમી સદીના અંતે અને ઊગતી ઓગણીસમી સદીમાં દ્વારકા કેટલું વૈભવી અને ધાર્મિક કેન્દ્ર હતું. ચિત્રમાં મંદિરો, લોકોની ધાર્મિક પ્રવળતિઓ, નાવડીઓ અને દરિયાકાંઠો જોઈ શકાય છે. તે સમયની જીવનશૈલી અને ધર્મપ્રતિ ફાળો પણ સ્પષ્ટ રીતે ઝલકે છે.
આ ચિત્ર માત્ર એક કલાકળતિ નથી, પણ એ દિવસોની દ્વારકાની મહિમા અને ઐતિહાસિક ઓળખ આપતી મહત્વપૂર્ણ વારસાધરોહર છે. (આલાપ ભરતભાઈ બારાઈ) (૩પ.૧૧)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
