<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સુરેન્‍દ્રનગરના સ્‍વેનગઢમાં ખાણ ખનીજ વિભાગનો દરોડોઃ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્‍ત

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: સુરેન્‍દ્રનગરના સોનગઢ ગામે ખાણ ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્‍તા ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા.

૨૮૦૦ મેટ્રિકટ ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્‍થો ઝડપી લેવાયો હતો. જેની બજાર કિંમત ૨.૨૦ કરોડ જેટલી થવા જાય છે. ખનીજ માફિયાઓ જમીનમાં ઓપન કટિંગ કરતા હતા. ૪ ઓપન કટિંગની ગેરકાયદેસર ખાણો પણ ઝડપાઈ હતી. ખાણ ખનિજ વિભાગ અને પોલીસ કામગીરી સામે પણ સવાલ ઉઠયા હતા.

જે કામગીરી પોલીસ અને ખાણ ખનીજને કરવાના હોય તે દરોડાની કામગીરી પ્રાંત અધિકારી કરી રહ્યા છે. સતત ખનિજ ચોરી પર દરોડાની કામગીરીને ખનિજ માફિયાઓમાં ડરનો માહોલ છવાયો હતો.

(11:20 AM IST)