News of Thursday, 17th April 2025
માળીયામિયાણાના અણીયારી ટોલનાકા નજીક બોલેરો પલ્ટી જતા દંપતિનુ મોત
બોલેરો ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ : બે દિવસ પૂર્વે બોલેરો પલ્ટી ગયા બાદ 12 વ્યક્તિને ઈજાઓ પહોંચવાના બનાવમાં ગંભીર ઈજા પામેલા પતિ - પત્નીનું મૃત્યુ નિપજયુ

પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા ૧૭ : માળીયા મિયાણા – અમદાવાદ હાઇવે ઉપર બે દિવસ પૂર્વે બોલેરો પલ્ટી ગયા બાદ 12 વ્યક્તિને ઈજાઓ પહોંચવાના બનાવમાં ગંભીર ઈજા પામેલા પતિ - પત્નીનું મૃત્યુ નિપજતા અકસ્માતના આ બનાવમાં બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગત તા.16ના રોજ સાંજના સમયે જીજે- 13 - એએક્સ - 8779 નંબરની બોલેરો પલ્ટી મારી જતા બોલેરોમાં મુસાફરી કરી રહેલા 12 લોકોને ઈજાઓ પહોંચી હતી જે પૈકી લક્ષ્મીબેન અને હીરાભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના જમાઈ બેચરભાઈ જયંતીભાઈ દુધરેજીયા રહે.રામપરા તા.ધ્રાંગધ્રા વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
