<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

મોરબીના ઘૂંટુ નજીક પાણીના ખાડામાં ન્‍હાવા પડેલ રમણીકભાઇ વિરપરીયાનું મોત

ઉંચી માંડલ ગામે લેબર કવાર્ટરમાંથી શ્રમીકનો મૃતદેહ મળ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭:  મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં વગડીયા વિસ્‍તારમાં રવીસ પેપરમિલ પાસે પાણીના ખાડામાં ન્‍હાવા ગયેલા રમણિકભાઈ પ્રાણજીવનભાઈ વિરપરિયા ઉ.૩૬ નામના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.અન્‍ય એક બનાવમાં  સિરામિક કારખાના વચ્‍ચે નર્મદા કેનાલ તરફ જવાના રસ્‍તેથી મૂળ મધ્‍યપ્રદેશના રહેવાસી અને હાલમાં સિમેરો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ઊંચી માંડલ ખાતે રહેતા અજય રાજકુમાર બંસલ ઉ.૨૫ નામના યુવકનો મળતદેહ મળી આવતા બનાવ અંગે પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

(1:47 PM IST)