News of Thursday, 17th April 2025
રાણાવાવ બરડા ડુંગરમાં દેશી દારૂની ર ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી : ૭૮૦ લીટર દારૂ જપ્ત
ભઠ્ઠી ચલાવનારા બન્ને આરોપીઓ હાજર મળ્યા નહીં : દારૂ-આથો અને ભઠ્ઠીના સાધનો સહિત પોણા લાખનો મુદામાલ ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૭: રાણાવાવ નજીક બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ર ભઠ્ઠી ઉપર પોલીસ ટીમ ત્રાટકીને કુલ ૭૮૦ લીટર દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહીત પોણા લાખનો મુદામાલ ઝડપી લીધો છે.
આ દરોડા દરમિયાન બે ભઠ્ઠીઓ ચલાવનારા આરોપીઓ હાજર મળી આવ્યા નહોતા.
રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન. એન.તળાવીયા તથા રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ આર.વી.મોરી તથા રાણાવાવ પો.સ્ટાફના માણસો બરડા ડુંગરા જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો. કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઈ ને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર વીજફાડીયાનેશ થી ઉતરે અડધો કી.મી દૂર હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ચના હદાભાઈ કટારા રહે.વીજફાડીયાનેશ તા.રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી તથા વીજફાડીયાનેશ પヘમિે આશરે એક મીટર દૂર હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા લખમણ નારણભાઇ કોડીયાતર રહે.વીજફાડીયાનેશ તા.રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી તથા દારૂનો જથ્થો મળી આવેલ મજકુર બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનના અલગ-અલગ ગુન્હા રજી. કરાવેલ છે આરોપીઓનુ
બંને દારૂની ભઠ્ઠીના હાજર નહી મળેલા આરોપીઓ ચના હાદાભાઇ કટારા રહે. વીજફાડીયાનેશ આથો લી.૧૨૦૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૩૫૯૫૦/- નો મુદામાલ મળી આવેલ
લખમણ નારણભાઇ કોડીયાતર રહે. વીજફાડીયાનેશ વાળાની ભઠ્ઠીમાંથી આથો લી.૬૦૦/- તથા દેશી દારૂ લીટર ૧૮૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૫૬૧૦૦/- નો મુદામાલ ઝડપાયો હતો. આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઇન્સ. આર.વી.મોરી થા પો.હેડ.કોન્સ, યશપાલસિંહ સામતભાઇ તથા પો.કોન્સ. સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા કરવામાં આવેલ હતી
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
