News of Thursday, 17th April 2025
અમરેલી જિલ્લામાં રેતીની લીઝ અને પરમિટ ફાળવવા ધારાસભ્ય કસવાળાની મુખ્યમંત્રીને રજૂઆત
બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા કારીગરો, મજૂરોની રોજીરોટીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે

(ઇકબાલ ગોરી. દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૭: અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણાં લાંબા સમયથી રેતી ની લીજ અને પરમીટ આપવાનું પ્રક્રિયા બંધ છે પરિણામે બાંધકામ ઉદ્યોગ અને તેની ઉપર નિર્ભર મજૂર વર્ગ, કારીગર વર્ગની આર્થિક હાલત થઈ વિકટ બની જવા પામી છે ઉપરાંત વિકાસને લગતા કામો જેવા કે રોડ, રસ્તા, નાલા, પુલો, ચેક ડેમો, દવાખાના વગેરે જેવા સરકારી બાંધકામ ઉપરાંત નાના અને મધ્યમ વર્ગના માણસોના રહેવા માટેના મકાનો ના બાંધકામમાં રૂકાવટ આવી રહી છે જેથી આવા વ્યવસાય સાથે સંકળાયેલા મજૂરો અને કારીગરો ને લાંબા સમય સુધી કામકાજ નહીં મળવાથી રોજીરોટી ના વિકટ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે આવા કપરા સંજોગોમાં જો અમરેલી જિલ્લામાં રેતીની લીજ અને પરમિટ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તો નાના વર્ગના મજૂરો અને કારીગરોની રોજીરોટીનો પ્રશ્ન હલ થવા સાથે વિકાસના કામોમાં પણ ઝડપ આવી શકે અને બાંધકામ ઉદ્યોગ માં સારી અને ગુણવત્તા યુક્ત રેતી પણ ઉપલબ્ધ થવા પામે તેમ હોય અમરેલી જિલ્લામાં રેતીની લીજ અને પરમિટ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી લેખીત રજૂઆત સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી છે. (૩૮.૧૯)
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
