<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

મારા દિકરાને જુગાર રમવા શું કામ લઈ જતો'તોઃ લાઠીના કેરાળામાં માર મારીને ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૭: લાઠી તાલુકાના કેરાળા ગામે આકાશભાઈ અંકુભાઈ પંચાળા ગામમાં દુકાને સાબુ અને શેમ્‍પુ લેવા ગયેલ હતા ત્‍યારે પ્રવિણ ગોબરભાઈ પંચાળા આકાશભાઈ પાસે આવી કહેલ કે તુંમારા દિકરા પ્રદિપ તથા ગોપાલને જુગાર રમવા શુકામ લઈ જાતો, તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલતા ના પાડતા લાકડીનો એક ઘા માથામાં મારી બે ટાંકાની ઈજા કરી તેમજ સંગીતાબેન રમેશભાઈ છોડાવા વચ્‍ચે પડતા ઝપાઝપીમાં તેને હાથમાં વાગી જતા ટાંકા આવેલ હોય. તેમજ પ્રદિપ પ્રવિણભાઈ, ભુપત ગોબરભાઈ, ગોબર ટપુભાઈ, રમેશ ગોબરભાઈ પંચાળાએ આકાશભાઈ તથા તેના ઘરના સભ્‍યોને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુંનો મારમારી ઈજા કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની લાઠી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે પ્રવિણભાઈ ગોબરભાઈ પંચાળાના ભાઈનો દિકરો ગોપાલ આકાશ અંકુભાઈ તથા સંજય અંકુભાઈ પંચાળાસાથે રમતો હોય. જેથી પ્રવિણભાઈએ આરોપીઓને ગોપાલને સાથે રમાડવાની ના પાડતા સારૂ નહી લાગતા પ્રવિણભાઈ તથા તેના કુટુંબીને આકાશે ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા લાકડાનું બટફુલઈ આવી માથાના ભાગે એક ઘા મારી તથા નીચે પડેલ પથ્‍થરનો એક ઘામોઢા ઉપર મારી સંજય અંકુભાઈ પંચાળાએ ઢીકાપાટું વડે આડેધડ માર મારેલ. તે દરમ્‍યાન અશોક અંકુભાઈ, અંકુ ભીખાભાઈ પંચાળા આવી ચારેય આરોપીઓએ પ્રવિણભાઈને આડેધડ માર મારતા હોય. ત્‍યારે દિકરો પ્રદિપ વચ્‍ચે આવતા આકાશે લાકડા વડે માથામાં તથા મોઢા ઉપર માર મારી ઈજા કરી જતા જતા આકાશે પ્રવિણભાઈ તથા ભત્રીજા ગોપાલને અમારી સાથે રમવાની ના પાડીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કયાંની લાઠી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 માર માર્યો

બગસરા જેતપુર રોડ કેનાલ પાસે બબાભાઈના ગેરેજ નજીક રહેતા મંજુબેન ભનુભાઈ ચારોલીયા ઉ.વ.૫૫ ૫ોતાના ઘરે હાજર હોય. અને મંજુબેન તથા તેના પતિએ બેંકમાં મુકેલ ઘરેણા મનુએ મંજુબેનની જાણ બહાર છોડાવી લીધેલ હોવાની વાત કરતા હોય. તે વાત આરોપીઓ સાંભળી જતા તેને સારૂ નહી લાગતા પતિ પત્‍નિને ગાળો બોલી ક્રિશન મનુભાઈ વાઘેલાએ મંજુબેનને માથામાં લાકડીનો ઘા મારી ટાંકા આવે તેવી ઈજા કરી મનુ તથા મહેશે મંજુબેનના પતિ ભનુભાઈ માનસિંગભાઈ ચારોલીયાને માથામાં તથા હાથે લાકડી વડે માર મારી ટાંકા આવે તેવી ઈજા કરી. મંજુબેનના દિકરાને લાકડી વડે માર મારી મુંડ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે મેહુલભાઈ મેરામભાઈ ચૌહાણ ઉ.વ. ૩પ બસસ્‍ટેશન પાસે પોતાની ટ્રાવેલ્‍સની ઓફીસે હાજર હોય. તે સમય દરમ્‍યાન મેહુલભાઈની સોની ટ્રાવેલ્‍સની બસ ઓફીસ આગળ આવીને ઉભી રહેલ હોય. તે સમયે મહેશ બાલાભાઈ ખટાણા આવી બસના ડ્રાઈવર સાથે બોલાચાલી કરતા હોય. જેથી મેહુલભાઈએ બોલાચાલી કરવાની ના પાડતા મહેશે રત્‍ના નાજાભાઈ ખટાણાને બોલાવી મેહુલભાઈને ગાળો બોલી રત્‍નાએ છુટા પથ્‍થરનો ઘા મારી કપાળના ભાગેઈ જા કરી બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની સાવર કુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આપઘાત

સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે સાવરકુંડલા મણીનગરમાં રહેતા નનાભાઈ પુનાભાઈ ચારોલીયા ઉ.વ.૪૫ ની દિકરી વિલાસબેન મેથાભાઈ નનુભાઈ વાઘેલાના પત્‍નિ થતા હોય. અને આરોપી મેઘા નનુભાઈ વાઘેલા વિલાસના ચારિત્ર્ય બાબતે ખોટી શંકાઓ કરી તેને અવાર નવાર ઢીકાપાટું વડે મારકુટ કરી શારીરીક તથા માનસિક દુઃખ ત્રાસ આપતોહોય. અને ચોથા ભામાભાઈ તથા બહાદુર ભામાભાઈ વાઘેલા, કાકાજી સસરા થતા હોય. મનજી નનુભાઈ વાઘેલા દિકરીના જેઠ થતા હોય. જે ત્રણેવે અગાઉ નનાભાઈ તથા તેની દિકરી બાબતે ધાકધમકી આપેલ હોય.અને જે ત્રણેવની ચડામણીથી મેથાએ નનાભાઈની દિકરીને મારમારી દુઃખ ત્રાસ આપતા દિકરીથી સહન નહી થતા તમામ આરોપીઓએ તેણેની મરી જવા મજબુર કરતા નનાભાઈની દિકરી વિલાસબેન તેના સાસરીયામાં જાતેથી દવા પી આપઘાત કરી મરણ જતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. (રર.૧૨)

(12:24 PM IST)