<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

જસદણના ગઢડીયા ગામે બિમારીથી કંટાળી કાળુભાઇ જીંજરીયાનો આપઘાત

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૧૭: જસદણ તાલુકાના ગઢડીયા ગામે કોળી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જસદણ તાલુકામાં છેલ્લા એક મહિનામાં  ૬ જેટલા આપઘાતના કેસો નોંધાયા છે. ત્‍યારે જસદણ પંથકમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્‍યો હતો. જેમાં જસદણના ગઢડિયા ગામના ૨૫ વર્ષીય યુવાન કાળુ છગનભાઈ જીંજરીયા નામના યુવકે પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. મળત્‍યુ પામનાર યુવાન અપરણિત હોય અને એકલવાયુ જીવન જીવતો હોય બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું હતું. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ ગઢડીયા ગામે ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી અને મળતદેહને પી.એમ. અર્થે જસદણની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે નાનકડા ગઢડીયા ગામમાં શોકનું મોજુ ફેલાયું છે.(૬.૧ર)

(12:25 PM IST)