<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ

મહતમ તાપમાનનો પારો ઉંચે જતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. બપોરના સમયે ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી જાય છે અને બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ બની જાય છે.

મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

૪૦ દિવસ ઉપર મહતમ તાપમાનનો પારો પહોંચી જતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. અને એસી અને પંખાના સહારે ઘરમાં બેસી રહે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩.પ, મહતમ તાપમાન ૩૬.પ, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતિ ૧ર.૧ કિ.મી. રહી છે. (૯.૧૮)

 

(12:27 PM IST)