<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અજમેરથી ઢીચડા લઈ આવેલ દારૂ સાથે ઝડપાયો

 

જામનગર, તાલુકાના ઢીચડાગામે પ્રાથમીક શાળાની બાજુમા રહેતા આરોપી આસીફભાઇ આમદભાઇ સોઢાના કબ્‍જા મકાનમાંથી દારૂની બોટલો નંગ-૮ કિ.રૂ. ૩૨૦૦/ તથા દારૂના પાઉચ નંગ-૩૭ કિ.રૂ. ૩૭૦૦/ તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૨૦૦૦/ મળી કુલ રૂ. ૮૯૦૦/ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે. દારૂનો જથ્‍થો રાજસ્‍થાન રાજયના અજમેરમા દિલ્‍હી ગેઇટ પાસે આવેલ એક ઠેકેથી લઇ આવેલનુ જણાવેલ. જે અંગે તપાસ ચાલુમાં છે. આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંઢેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલર્સિહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીલાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુકીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજ, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશલાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલલાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 PM IST)