<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

જુનાગઢમાં ધાર્મિક તથા અસામાજીક તત્વોના દબાણો ઉપર જેસીબી ફરી વળ્યુઃ કરોડોની જમીન ખુલ્લી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭ : જુનાગઢ જીલ્લા રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ઇચા. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ આજરોજ તા.૧૭/૦૪/૨૦૨૫ મધ્યરાત્રિએ જુનાગઢ કોર્પોરેશન સાથે રહીને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવેલ છે.

જેમાં સુફિયા બીબીમા દરગાહ - નરસિંહ મહેતા તળાવની પાસે ૪૫ ચો.મી. ૩૨ લાખ, મોમનામા દરગાહ — સ્વામી વિવેકાનંદ સર્કલ નીચલા દાતાર ૨૫ ચો.મી. ૭ લાખ,  નીમવાલે બાપુ હજરત એકઅલીશા દરગાહ – ગાંધી ચોક પાસે ૩૫ ચો.મી. ૨૫ લાખ કુલ ૧૦૫ ચો.મી. ૬૪ લાખની જગ્યા ખુલ્લી કરાવી છે.

જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. ખાતે દાખલ થયેલ G.C.T.O.C. ગુન્હાના મુખ્ય આરોપી રાજુ સોલંકીની ગેંગ વિરૃધ્ધ કુલ-૨૬ ગુન્હાઓ દાખલ થયેલ, જે પૈકી આ ગેંગના સક્રિય સભ્ય તથા રાજુ સોલંકીના ભાઇ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવજીભાઇ સોલંકી વિરૃધ્ધ કુલ- ૦૯ ગુન્હાઓ દાખલ થયેલ છે. જેના દ્વારા ગેરકાયદેસર રીતે કરેલ દબાણ ખાડીયા વિસ્તારનુ મકાન તથા કમ્પાઉન્ડ હોલ, તેમજ દાતાર રોડ ઉપર આવેલ દુકાન બંન્ને મળી કુલ દબાણ ૪૫૦ ચો.મી. (આશરે કિંમત ૧.૮૦ કરોડ) થતુ હોય જે દબાણ દુર કરવામાં આવેલ છે.

તેમજ ૧૦૦ કલાકની યાદીમાં સમાવિષ્ટ આરોપી હુસેન ઇસ્માઇલ જાગા વિરૃધ્ધ ત્રણ ગુન્હા હોય અને જયશ્રી રોડ પાસે ગેરકાયદેસર રીતે કબ્જો કરી ગેરેજ ચલાવતો હોય જે ૩૫ ચો.મી. (આશરે કિંમત ૨૪ લાખ) નુ દબાણ દુર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય પાંચ દબાણો કુલ મળી ૯૫ ચો.મી. ( બજાર કિમંત ૪૭ લાખ) ના દબાણો દુર કરવામાં આવેલ છે. આમ કુલ મળી ૬૮૫ ચો.મી. (કિંમત આશરે ૩.૧૫ કરોડ રૃપીયા) ગેર કાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ છે.(૬.૧૮)

(3:31 PM IST)