News of Friday, 18th April 2025
તળાજાના લાકડીયા ખાતે પ્રખ્યાત કાળિયાકુવાની મેલડીમાતાના મંદિરમાં ૯ કિલો ચાંદીની ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૮: તળાજાના લાકડીયા ગામ નજીક વાડી વિસ્તારમા કાળિયા કુવા ની મેલડી માતાનું મંદિર આવેલ છે. આ મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર છે.જેને લઈ અહીં મોટુંદાન અને માનતાઓ માનવામા આવે છે. હજારો શ્રદ્ધાળુઓએ ચડેવલ ચાંદીના છત્તરની તસ્કરો ગતરાત્રે ચોરી કરી ગયા હતા. રૂપિયા સાડાચાર લાખની કિંમતનું ચાંદી તસ્કરો લઈ ગયા હતા. જોકે બિન સત્તાવાર રીતે એફ.આઈ.આર મા દર્શાવ્યા કરતા બમણું ચાંદી ગયેલ છે.
એક માન્યતા પ્રમાણે કેટલાક તસ્કરો ચોરીને અંજામ આપેતે પહેલાં માતાજીની રજા લેતા હોય છે.તસ્કરો તેની વિધીપણ કરતા હોય છે. પરંતુ તસ્કરો જ્યારે માં મેલડી ના મંદિર ને ટાર્ગેટકરે ત્યારે તસ્કરો કોણ હોઈ શકે તે અનુભવી પોલીસને તાગ મળીજતો હોય છે.
તળાજા પોલીસ મથકે લાકડીયા ગામના ઉપેન્દ્રસિંહ કિલુભા ગોહિલ ઉ.વ.૩૫ એ નોધાવેલ ફરિયાદમા ગામની સીમમાં આવેલ કાળિયાકુવા ની મેલડી માતા મંદિર ના ચાલતા મંડળ ના સભ્ય છે.આજે સવારે મંદિર ના પૂજારી તુલસીદાસ આચાર્ય સવારે ૪.૫૫ કલાકે મંદિરે આવ્યા ત્યારે મંદિર ના દરવાજા ના નકુચા તૂટેલ હતા. અંદર જોતા અહીં માતાજી ને ચડાવેલ હજારો છતરોની તસ્કરો ચોરી કરી ગયાનું ધ્યાને આવ્યું હતું. અંદાજે ૯ કિલો ચાંદીના છત્તર જેની કિંમત રૂ.૪,૫૦૦૦૦/ની કિંમતની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
તપાસ કરનાર પો.ઇ એ.બી.ગોહિલ એ જણાવ્યું હતુ કે તસ્કરો નું પગેરું અને તેમના વિરુદ્ધ મજબૂત પુરાવા મેળવવા માટે ડોગ સ્ક્વોડ,એફ.એસ.એલ,ફિગર પ્રિન્ટ નિષ્ણાંત, એલ.સી.બી સહિત ની ટિમો ની મદદ લેવાઈછે.
ઉલ્લેખનીય છેકે એફ.આઈ.આર મા દર્શાવ્યા તેના કરતાં બમણું ચાંદી ગયું છે. અહીં દાન પેટી પણ ભરેલ હતી જોકે એ વજનદાર હોય તસ્કરો રોકડ રકમ લઈ શકયા ન હતા. અહીં ૧૧ જેટલા સીસી ટીવી કેમેરા લાગેલ છે. તેંના વિડિઓ DVR મા સેવ થયા હોય તેના વાયરો અહીં ખિસકોલી ઉંદર જેવા પ્રાણીઓ એ કાપી નાંખેલ હોય ચોરીને અંજામ આપતા તસ્કરો કેદ થયા ન હતા.
અગાઉ પણ અહીં ચોરી થઈ હતી
આ મંદિર સમળદ્ધ મંદિરછે. અહીં આવનાર ભક્તો રોકડ અથવા તો ચાંદી સહિત નું દાન કરે છે. જેને લઈ તસ્કરો અહીં ચોરી ને અંજામ આપે તો મોટી રકમ હાથ લાગે છે જેને લઈ અહીં ભૂતકાળમાં પણ તસ્કરો એ ચોરી ને અંજામ આપેલ છે.(૨૩.૬)
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
