News of Friday, 18th April 2025
ભાવનગરના નારી ગામ નજીકના બે લાખનો દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો : ભાગવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઇ

ભાવનગર, તા.૧૮: ભાવનગરના નારી ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી પોલીસે રૂ.૧૨ લાખ ઉપરાંતની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. ત્રાપજના શખ્સે વિદેશી દારૂ અને બિયર મંગાવ્યો હોવાનું ખુલતા વરતેજ પોલીસ મથકમાં ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ગત ગત રાત્રિના સમયે નારી ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે,વિદેશી દારૂ ભરેલી સફેદ કલરની કાર માઢિયા તરફથી ભાવનગર આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે નારી ગામ પાસે આવેલ મોમાઈ હોટલ સામે વોચ ગોઠવી માઢિયા તરફથી આવી રહેલ બાતમી વાળી સફેદ કલરની કિયા સેલ્ટોસ કાર નં.જી.જે.૦૧ કે.ઝેડ. ૪૫૫૭ ને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક ભાગવા જતા કાર રોડ ડીવાઈડર સાથે અથડાઈ હતી.પોલીસે કારની અંદર તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની નાનીમોટી ૧૬૦૬ બોટલ કિં.રૂ.૧,૯૧,૬૩૫/ અને બિયરના ટીન નંગ ૪૮, કિં.રૂ.૬૦૦૦/- મળી આવ્યા હતા.
પોલીસે વિદેશી દારૂ, બિયરનો જથ્થો તેમજ કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૧૨,૦૭,૬૩૪/- ના મુદ્દામાલ સાથે ચાલક હરીશ રામનારાયણ એચરા (રહે. વીરાવા, તા.ચિતલવાના, જિ.ઝાલોદ રાજસ્થાન)ની ધરપકડ કરી વિદેશી દારૂ અંગે પૂછતા દારૂ અને બિયરનો જથ્થો ગોપરામ છોગારામ એચરા ( રહે.વીરાવા,તા.ચિતલવાના, જિ.ઝાલોદ રાજસ્થાન) એ ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો દિવ્યરાજસિંહ ઉર્ફે કડી ગોહિલ (રહે.ત્રાપજ, તા.તળાજા) ને આપવાનો હોવાનું જણાવતા ત્રણેય શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.(૨૩.૮)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
