News of Friday, 18th April 2025
સોમવારથી વાંકાનેરમાં પુજારા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ
વ્યાસાસને જુનાગઢનાં સાહિત્ય રત્નમ ઇશ્વરચંદ્રજી વ્યાસઃ પોથીયાત્રામાં ભાવિકો જોડાશેઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૮ :વાંકાનેરમાં સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા એવી શ્રી અંધ-અપંગ ગૌ આશ્રમના વાંકાનેર, તા. મુળ મહીકા નિવાસી નાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલીના પૂર્વ પ્રમુખ કે જેને બબ્બે વખત પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પી. એમ. નરેન્દ્રભાઇ મોદી દ્વારા સન્માનીત કરાયા છે. એવા ગૌ. વા. જાદવજીભાઇ પોપટભાઇ પુજારા પરિવાર દ્વારા વાંકાનેર અદ્ભૂત એક શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વાંકાનેરના નગરજનો તથા સમગ્ર પુજારા પરિવાર દ્વારા પુજારા પરિવારના પિતૃઓના આશિર્વાદ સાથે વાંકાનેરના ઇતિહાસમાં પ્રથમ વખત અદ્ભૂત અને ઝાંઝરમાન આયોજન ઉપરોકત પુજારા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ત્યારે આ મંગલમય ઘડીને યાદગાર બનાવવા પુજારા પરિવાર ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ તથા સમસ્ત સાધુ સમાજ, સગા, સબંધી, સ્નેહીજનો વ્યાપારી મંડળ તથા મિત્ર વર્તુળમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.આગામી તા. ર૧-૪-રપ થી તા. ર૭-૪-રપ ના રોજ વાંકાનેરની પવિત્ર પાવન ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તા. ર૧ ને સોમવારના રોજ સવારે ૮-૩૦ કલાકે પ્રસિધ્ધ શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતેથી ભવ્યતાથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થશે યોજાશે. આ અદ્ભુત પોથીયાત્રામાં વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ, રઘુવંશી સોશ્યલ ગ્રુપ ઉપરાંત સમસ્થ બ્રહ્મ સમાજ, તથા સમસ્થ સાધુ સમાજ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો હર્ષભેર જોડાશે.આ સાથે શણગારેલ બગી, બેન્ડ પાર્ટી, ડી. જે. પાર્ટી તથા મોટી સંખ્યામાં કારનો કાફલો પણ જોડાશે. હવેલી ખાતેથી પ્રારંભ થયેલ અદ્ભુત પોથીયાત્રા સીટી સ્ટેશન રોડ પર આવેલ મહાવીર જીન ખાતે તૈયાર કરેલ 'વૃંદાવન ધામ' કથા સ્થળે રાજમાર્ગે ફરીને પહોંચશે. આ ભવ્યતિ ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે અને આ ભાગવત કથા જ્ઞાનયજ્ઞના વ્યાસાસને વકતા તરીકે જુનાગઢ વાળા શાસ્ત્રીજી પ.પૂ. શ્રી ઇશ્વરચંદ્ર વ્યાસ (સાહીત્ય રત્નમ) બીરાજી પોતાના પંદરેક કલાકારોના કાફલા સાથે પોતાની આગામી શૈલીમાં સંગીત વૃંદ સાથે ભાગવત કથાનું અમૃતપાન કરાવશે. અને આ વૃંદાવનધામ ખાતે હજારો શ્રોતાઓ એકી સાથે અમૃતપાન કરવા બેસી શકે તેવો વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ડોમમાં સોફાસેટ, ખુરશી, ગાદલા, કુલર, લાઇટીંગ તથા એલીડી સ્ક્રીન સહિતની સુવિધા શ્રોતાજનો માટે ઉભી કરવામાં આવી છે.
કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે કપીલ પ્રાગટય, શ્રી નૃસિંહજી પ્રાગટય, વામનનું પ્રાગટય, શ્રીરામચંદ્રજી પ્રાગટય, શ્રી કૃષ્ણ પ્રાગટય, શ્રી ગોવર્ધન પુજા, તથા શ્રી રૃક્ષ્મણી વિવાહ સહિતના માંગલીક પ્રસંગો ધામધુમથી ઉજવણી કરવા પુજારા પરિવારમાં અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર વાંકાનેરની જાહેર જનતા, ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો, મહીલા મંડળ, સત્સંગ મંડળ, ધુન મંડળના અગ્રણીઓ આગેવાનો કાર્યકર્તાઓ સગા, સબંધી, સ્નેહીજનો, મીત્ર મંડળને ઉપરોકત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં અમૃતપાન કરવા પધારવા ગૌ. વા. જાદવજીભાઇ પોપટભાઇ પુજારા પરિવાર દ્વારા લાભ લેવા પધારવા અંતરથી આમંત્રીત કરવા માધ્યમથી આમંત્રીત કરે છે. (પ-૯)
સોમવારે બ્રહ્મચોર્યાસી : જાદવજીભાઇ પોપટભાઇ પુજારા પરિવારના આમંત્રણને માન આપી તા. ર૧ ને સોમવારે જાદવજીભાઇ પ્રસિધ્ધ શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતેથી એક ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રાનું આયોજન ઉપરોકત પરિવાર દ્વારા કરવામાં આવેલુ છે તો સમસ્ત બ્રહ્મસમાજ તથા સાધુ સમાજના ભાઇઓ-બહેનો એ સ.પરિવાર સાથે ઉપસ્થીત રહી પોથીયાત્રામાં સામેલ થઇ પુજારા પરિવારના આયોજનને આપણે સૌ સાથે મળી દિપાવીએ તેવી ઉપરોકત બ્રહ્મસમાજ તથા સાધુસમાજના આગેવાનીએ આપલ કરી છે. વધુમાં તેજ દિવસે તા. ર૧-૪-રપ ને સોમવારના રોજ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞના પ્રારંભે અને કથા સ્થળે જ એક બ્રહ્મ ચોર્યાસીનું આયોજન પણ પુજારા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. જો આપણા તળગોળમાંના સારસ્વત બ્રાહ્મણોના યજમાન એવા ગૌ ભકત જાદવજીભાઇ પોપટભાઇ પુજારા પરિવારને સમુહમાં આશીવર્ચન પાઠવી સંકલ્પ કરાવી હરહર મહાદેવના નાદ સાથે બ્રહ્મચોર્યાસીનો પ્રારંભ થશે.
કથા સ્થળઃ મહાવીરજીન 'વૃંદાવન ધામ' ખાતે તા. ર૧ ને સોમવારે સાંજે ૭ :૩૦ કલાકથી વાંકાનેર શહેર તથા તાલુકા ભરમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજ તેમજ સમસ્ત સાધુ સમાજના ભાઇઓ-બહેનો એ સહપરિવાર સાથે ઉપરોકત સમય અને સ્થળ પર ઉપસ્થીત રહેવા બન્ને સમાજના આગેવાનોએ અપીલ કરવામાં આવી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
