<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજાવડલામાં બે ભાઇની એક જ બહેન ૨૨ વર્ષની કાજલનો આપઘાત

ઝેર પી લેતાં અલગ અલગ હોસ્પિટલમાં નવ દિવસની સારવારને અંતે રાજકોટમાં દમ તોડ્યોઃ કારણ અકળ, પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૮ : જસદણના રાજાવડલામાં બાવીસ વર્ષની યુવતિએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ યુવતિ બે ભાઇની એકની એક બહેન હતી. જાણવા મળ્યા મુજબ રાજાવડલા ગામે રહેતી કાજલ ઘુઘાભાઇ મકવાણા (ઉ.વ.૨૨) નામની યુવતિએ ગત ૯મી તારીખે બપોરે બે વાગ્યા આસપાસ ઘરે ઝેરી દવા પી લેતાં સરધાર, રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવાઇ હતી. બાદમાં તેણીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કુલ નવ દિવસની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગત મોડી રાતે તેણીનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ, ચંદ્રસિંહ ઝાલા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે ભાડલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કાજલ બે ભાઇથી મોટી હતી અને માતા-પિતાની એકની એક લાડકી દિકરી હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. (૧૪.૭)

(11:33 AM IST)