<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરો તાપઃ સોરઠમાં સવારે ઝાકળ વર્ષા

મહતમ તાપમાનમાં વધારો યથાવતઃ લોકો ગરમીથી ત્રાહીમામઃ અસહ્ય ઉકળાટથી બપોરે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ તા. ૧૮: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરો તાપ યથાવત છે. જો કે સોરઠમાં આજે વહેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં ગુરુવારથી આવેલો ઓચિંતો પલટો આજે પણ સવારે યથાવત રહેતા ઝાકળ વર્ષા થઈ હતી જેના પરિણામે લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો હતો.

ગુરૂવારને બપોરના સમયે વાતાવરણમાં ૩૨ ટકા ભેજ વચ્‍ચે મહત્તમ તાપમાન ૩૯.૯ ડિગ્રી નોંધાયા બાદ રાત્રે તાપમાન ૨૫.૨ ડિગ્રી રહ્યા પછી આજે સવારે લઘુતમ તાપમાન પણ ઘટીને ૨૧.૯ ડિગ્રી નોંધાયું હતું. જેની સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૭ ટકા થઈ જતા વહેલી સવારે ઝાકળ વર્ષા થઈ હતી. ઘણા પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ બપોરની શરૂઆત થતા ઉકળાટ અને બફારો વધી ગયો હતો.

બીજી તરફ સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૮.૭ કિલોમીટરની થઈ ગઈ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-સી-ર૩.પ, મહતમ તાપમાન-સી, ૩૬, ભેજનું પ્રમાણ ૮૩%, પવનની ગતિ ૧૧.૪ કિ.મી. રહી હતી.

(12:12 PM IST)