News of Friday, 18th April 2025
રવિવારે ગોંડલમાં શ્રી લાલમંદિર મોચી જ્ઞાતિના સંતશ્રી પુ. લાલબાપાનો ૮૪ મો પૂણ્યતિથી મહોત્સવ
કળશ સ્થાપન, સંતોના આર્શિવચન, શોભાયાત્રા સંતવાણી સહિતના કાર્યક્રમો

રાજકોટઃ સંતશિરોમણી મોચી જ્ઞાતિ રત્ન ભકતરાજ શ્રી લાલબાપાનો ૮૪ મો પુણ્યતિથી મહોત્સવ શ્રી લાલબાપા મંદિર ધામ-ગોંડલ નિજધામ ખાતે રવિવાર તા. ર૦ ના રોજ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોવાનું શ્રી લાલ મંદિર મહંતશ્રી પરસોતમદમાસજીની યાદીમાં જણાવેલ છે. શ્રી લાલ મંદિર દેવપરા ખાતે સવારે ૭-૩૦ કલાકે સનાતન ધજા આરોહણ, કળશ સ્થાપન, વડવાળી જગ્યાના સંતો મહંતો દ્વારા થશે, સવારે ૮ કલાકે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ રાજ માર્ગો ફરી શ્રી લાલબાપાની સમાધી ઘોધાવદર ચોકમાં જશે અને બપોરે ૧૧ કલાકે તથા સાંજે ૭ કલાકે સમુહ પ્રસાદનું આયોજન ખત્રીવાડી (વેરીદરવાજાની અંદર) ખાતે રાખેલ છે. પૂજય બાપાની ૮૪ મી પુણ્યતિથીના આ જીવન ભોજન સમારંભ દાતા સ્વ. વિરજીભાઇ મેઘજીભાઇ ચાવડા પરિવાર (યુ.એસ.એ.) ના પરિવારજનો ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત બપોરે ર-૩૦ કલાકે ધર્મસભા, રામધુન સત્સંગ શ્રી રામજી મંદિર જેતપુર શ્રી કિશોરબાપુ દ્વારા ધર્મસભા, રામધુન યોજાશે, તેમજ રાત્રે ૯-૩૦ કલાકે ભકિત સંધ્યા કાર્યક્રમ શ્રી પનઘટ ભકિત સંગીત મ્યુઝીકલ ગ્રુપ દ્વારા ભજનનું રસપાન કરાવશે આ ભજન સંધ્યામાં શ્રી દાસીજીવણના આરાધક ડો. નિરંજનભાઇ રાજયગુરૂ આનંદ આશ્રમ (ઘોઘાવદર) ઉપસ્થિત રહેશે. સમગ્ર મહોત્સવનું સંચાલન શ્રી લાલબાપા મંદિર ધામ-ગોંડલ મહંતશ્રી પરસોતમબાપાના વડપણ હેઠળ તથા શ્રી ગોંડલ મોચી સમાજ, શ્રી લાલ સેવક મંડળ ગોંડલ, શ્રી લાલ સ્મારક ટ્રસ્ટ- ગોંડલ તથા શ્રી રામજી મંદિર સેવા સમિતિ જહેમત ઉઠાવી રહયાનું શ્રી લાલ મંદિર વ્યવસ્થાપક શ્રી ભરતભાઇ પી. ચુડાસમા તથા સુરેશભાઇ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
