<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક 1.75 લાખ કટ્ટાની આવક :જુઓ વિડીયો

ખેડૂતોને લાઇનમાં ઊભા ના રહેવું પડે તેથી 2000 થી વધારે વાહનોને ટોકન અપાયા,ખેડૂતો ને 20 કીગ્રા ચણાના 1000 થી લઈને 1100 રુપિયા સુધી મળ્યા

ગોંડલ: માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા  એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1.75 લાખ થી વધુ કટ્ટાની આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે. ખેડૂતોને લાઇનમાં ઊભા ના રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા. જેમાં 2000 થી વધારે વાહનોને ટોકન અપાયા હતા.ખેડૂતો ને 20 કીગ્રા ચણા ભાવ 1000  થી લઈને 1100 રુપિયા સુધી મળ્યા હતા. સૌરાષ્ટ્ ના પોરબંદર ગીર સોમનાથ બોટાદ જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા હતા. ચણા ની પુષ્કળ આવક થતા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના સતાધીશો દ્વારા જણાવ્યું હતું.(તસ્વીર-અહેવાલ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:24 PM IST)