<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રવિવારે જામનગરમાં રાજેશભાઇ અનડકટને ત્યાં ફ્રી પ્રાણિક હિલિંગ કેમ્પ

ગ્લુકોમા, સાયનેસાઇટીસ, માઇગ્રેન, ટોન્સીલાઇટીસ, હાય બી.પી. કોલેસ્ટ્રોલ સહિતના દર્દીઓ લાભ લઇ શકશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ :  જામનગરમાં રવિવવારે ફ્રી પ્રાણિક હિલિંગ સારવાર કેમ્પ તથા ફ્રિ પ્રાણિક હિલિંગ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના જાણીતા વરિષ્ઠ એડવોકેટ મનોજભાઇ અનડકટના નાનાભાઇ રાજેશભાઇ અનડકટના નિવાસસ્થાને પ્રિન્સ પરીસર, સ્વસ્તીક સોસાયટી, ગુરૂદત્તાત્રેય મંદિર પાછળ, જામનગર ખાતે આ શિબિર યોજાશે.

લોકોને સારવાર

ગ્રાન્ડ માસ્ટર ચોઆ-કોક-સુઇ દ્વારા નિર્ર્મિત પ્રાણીક હિલીંગનો ઉપયોગ આજે દુનિયાના લગભગ દરેક દેશમાં કરવામાં આવે છે. ભારતના પણ પ્રત્યેક રાજય અને શહેરોમાં આ પધ્ધતીના ઉપચારથી બિમાર લોકોની સારવાર કરવામાં આવે છે.

આ પધ્ધતી એટલે શું ?

બિમાર વ્યકિત બિમાર જ એટલા માટે છે કે તેના શરીરના જે તે ભાગમાં પ્રાણ શકિત પહોંચતી નથી. જે ભાગમાં કે જે અવયવમાં પ્રાણશકિતનો અભાવ થાય કે વધારો (ભરાવો) થાય તે ભાવની બિમારી આવતી હોય છે. પ્રાણીક હિલર જેતે ભાગની પ્રાણશકિતને બેલેન્સ કરે છે. આ ક્રિયાને પ્રાણિક હિલીંગ કહેવામાં આવે છે તે દુરથી તથા વ્યકિતના સુક્ષ્મશરીર અને તેના પર આવેલા ચક્રો પર કરવામાં આવે છે તેથી હિલર કે પેશન્ટ કોઇ પણ જગ્યાએથી આ પધ્ધતીનો ઉપયોગ કરી શકે છે.

કયા દર્દોમાં ઉપયોગી

કેટલાક સામાન્ય અને તાત્કાલીક સારવાર માંગતા દર્દો જેવા કે ગ્લુકોમા, સાયનસાઇટીસ, માઇગ્રેન, ટોન્સીલાઇટીસ, હાય બીપી, હાઇ કોલેસ્ટ્રોલ વગેરે ઉપરાંત તાવ, શરદી,ઝાડા, ઉલ્ટી, પડવું વાગવું દાઝવું વગેરે પર ઝડપથી અસર થાય છે. ઉપરાંત શરીરમાં  રહેલા દરેક રેક તંત્રોની સારવાર પણ તેમાં થયેલ તકલીફ પ્રમાણે થઇ શકે છે.

-ઇમ્યુનીટી અને ડીફેન્સ સીસ્ટમ -આંખ, નાક,કાન,ગળું-ત્વચાની સારવાર -હાર્ટ અને રકત વિસ્તરણ ટુંકમાં દરેક પ્રકારે સારવાર શકય છે. -શ્વસનતંત્ર, પાચનતંત્ર, મુત્ર અને કીડની -પ્રજનનનંત્ર, નર્વસ સીસ્ટમ, મગન -એન્ડોકાઇન ગ્લેન્ડને લગતી બિમારી-અસ્થીભંગ,મણકા ખસવા, ગાદી ખસવી વગેરેમાં ઉપયોગી પુરવાર થાય છે.

લાભ લેવા માટે ફ્રિ પ્રાણિક હિલિંગ સારવાર કેમ્પ તથા ફ્રિ પ્રાણિક હિલિંગ જાગૃતિ કેમ્પ તા.૨૦ એપ્રિલે રવિવારે સવારે ૧૦ થી ૧ પ્રિન્સ પરીસર, સ્વસ્તીક સોસાયટી, ગુરૂદત દતાત્રેય મંદિર પાછળ, જામનગર સંપર્કઃ ૯૪૨૯૯ ૭૬૧૩૮, ૭૨૮૪૦ ૮૮૮૪૫, ૯૮૨૫૫ ૮૯૭૯૫ ખાતે તથા વધુ વિગત માટે રાજકોટ ઉર્વીશાબેનઃ ૯૮૯૮૫ ૩૫૬૯૧, હેમલતાબેનઃ ૯૮૨૪૨ ૨૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે

(12:45 PM IST)