News of Friday, 18th April 2025
કચ્છના અબડાસામાં અદાણી સિમેન્ટ કંપની સામે 300 કર્મચારીઓના બીજા દિવસે ધરણા યથાવત
કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો ભારે વિરોધ :કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ: વિરોધ કરી રહેલા 18 કર્મચારીઓને 48 કલાકમાં હાજર થવા નોટિસ

કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની મેદાને-એ-જંગ! શરૂ થઇ છે. જેમાં કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. બીજા દિવસે પણ 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા પર છે. અબડાસા તાલુકાના સાંઘીપુરમમાં કંપનીના કર્મચારીઓના કાળઝાળ ગરમીમાં મંડપ બાંધીને ધરણા પર છે.
અદાણી ગ્રુપ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ છે. અબડાસામાં અદાણીના સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ છે. કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ છે. વિરોધ કરી રહેલા 18 કર્મચારીઓને 48 કલાકમાં હાજર થવા નોટિસ છે. પેટા કોન્ટ્રાકટ એજન્સીના સુપર હેન્ડલર પ્રાઇવેટ લિમિટેડે નોટિસ ફટકારી છે. તેમાં 48 કલાકમાં હાજર નહીં થાઓ તો આવાસ ખાલી કરવાની નોટિસ આપી છે
કચ્છનાં અબડાસામાં આવેલ અદાણી હસ્તકની સાંઘી સિમેન્ટ લિમિટેડનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. અબડાસામાં આવેલ અદાણી સંચાલિત સાંઘી સિમેન્ટ એકમમાં કર્મચારીઓએ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. સાંધી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ નાં કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવા અંગેનાં નિર્ણયનો વિરોધ કરાયો હતો. તેમજ અદાણી સિમેન્ટ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમજ અબડાસા વિસ્તારમાં આવેલ સાંઘી સિમેન્ટ પ્લાન્ટ અદાણી હસ્તક થયા બાદ યોગ્ય સંચાલન ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ અદાણી સિમેન્ટ સામે નારાઓ સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. અદાણી સિમેન્ટએ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ પણ કર્મચારીઓ દ્વારા કર્યો છે. કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, કર્મચારીઓને પરત કાયમી કર્મચારી તરીકે લેવા.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
