<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

અમરેલી જીલ્લામાં ફરજમાં બેદરકારી બદલ ૧૪ પોલીસ કર્મચારીએ સસ્પેન્ડ

જેલ ગાર્ડ, સિવિલ પ્રીઝનલ ગાર્ડ, ટ્રેજરી ગાર્ડ, વેર હાઉસ ગાર્ડ સહીતના સામે કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૮ : અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં ફરજમાં બેદરકારી દાખવનારા ૧૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મદદનીશ પો.અધિક્ષક સા.શ્રી સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાનાઓએ તમામ પ્રકારની ગાર્ડ ચેક કરતા પોલીસ કર્મચારીઓ વગર રજાએ અને સક્ષમ અધિકારીની મંજુરી વિના મનસ્વી રીતે ગેરહાજર રહેલ છે. જેથી નીચે જણાવેલ પોલીસ કર્મચારી વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરેલ છે તેમ એસ.એમ.ખમલ રીઝર્વ પોલીસઇન્સ્પેકટર પોલીસ હેડ કવાર્ટર અમરેલીની યાદીમાં જણાવાયું છે.

આ માટે ઉમેદકુમાર મનસુખલાલ મહેતા- જેલ ગાર્ડ,હરેશભાઇ ધીરૂભાઇ મંડીર-જેલ ગાર્ડ કીશનભાઇ ભુપતભાઇ આસોદરીયા, સિવિલ પ્રીઝનલ ગાડ, વિજયસિંહ રૂપસિંહ સોઢા સિવિલ પ્રીઝનલ ગાર્ડ, જનકસિંહ અગરસિંહ ઝાલા, ટ્રેજરી ગાર્ડ, સુરેશભાઇ નાજભાઇ ખુમાણ ટ્રેજરી ગાર્ડ, કનુભાઇ જોનીભાઇ પલાસ-ઇવીએમ ગાર્ડ, શિવાભાઇ ભાવસંગભાઇ જારસાણીયા ઇવીએમ ગાર્ડ, ભગવતીબેન મોતીભાઇ પરમાર-વેરહાઉસ ગાર્ડ,અરૂણાબેન મેંઘાભાઇ વરજીય- વેરહાઉસ ગાર્ડ, અશોકભાઇ ભાનુશંકરભાઇ ભટ્ટ- એસપી કચેરી ગેટ, દિગ્વીજયસિંહ રામસિંહ ચાવડા - ઇમરજન્સી- સિવિલ ગાર્ડ યુવરાજભાઇ અનકભાઇ વાળા - ઇમરજન્સી સિવિલ ગાર્ડ નિતેશકુમાર પ્રાગજીભાઇ રાઠોડ- કોર્ટ પરીસર ગાર્ડને સસ્પેન્ડ કરેલ છે.

અમરેલી ખાતેની ફરજ દરમ્યાન જેલ ગાર્ડની ફરજ ઉપર શ્રી વલય વૈધ, મદદનિશ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલાનાઓએ ગાર્ડ ડયૂટી સરપ્રાઇઝ વિજીટ દરમ્યાન તા. ૧૩/૪/૨૦૨૫ ના કલાક ૧૯:૩૦ થી ૨૦-૦૦ દરમ્યાન તમોને ચેક કરતા તમોને ચેક કરતા તમો તમારી ફરજ ઉપર હાજર  મળી આવેલ નહી વગર રજાએ અને સક્ષમ અધિકારીની મંજુરી વિના મનસ્વી રીતે ગેરહાજર મળી આવેલ. ૨-૧/- આમ જેલ ગાર્ડ જેવી અગત્યની ફરજ પર મનસ્વી રીતે ઉપરી અધિકારીશ્રીની પૂર્વ મંજુરી મેળવ્યા વગર ફરજ ટાળવાના હેતુસર ગેરહાજર પડી. ફરજમાં ગંભીર પ્રકારની ગેરવર્તુણક  બેદરકારી, નિષ્કાળજી અને ઉદાશીનતા દાખેવલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે. તેને ધ્યાને લેતા આક્ષેપિતએ પોતાની ફરજમાં બેદકરકારી રાખી એક શિસ્તબધ્ધ પોલીસ ખાતાના કર્મચારીને જ છાજે તેવી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી ખાદવી ગુજરાત રાજય સેવા વર્તણુક નિયમો ૧૯૭૧ ના નિયમ-૩ નો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી છે. 

(1:30 PM IST)