<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

જેતપુર આંગડીયામાં મોકલેલ રૂપિયામાં નીકળેલ નકલી નોટો બદલવા આવેલા ૩ શખ્‍સો પકડાયા

૧૦ લાખના આંગડીયામાં ૫૦૦ની ૧૨ નોટ નકલી નીકળતા કૌભાંડ ખુલ્‍યુઃ રવિ ડોબરિયા, પ્રજ્ઞેશ ઠુંમ્‍મર અને મીત અંટાળાની ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૮:  શહેરની આંગડિયા પેઢીમાં જુનાગઢ મીત પટેલ નામના વ્‍યક્‍તિને મોકલવા રૂ.૧૦ લાખની ૫૦૦ની નોટોના બંડલ આપેલ જેમાંથી નકલી નોટો નીકળતા આંગડિયા પેઢીના સંચાલકે પોલીસને જાણ કરતા પોલીસે નોટો બદલવા આવતા શખ્‍સને પકડી તેના બે બીજા મળતીયા ઓને પકડી નકલી નોટોના કૌભાંડનો પરદા ફાસ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે શહેરની આરપી એન્‍ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગત તા.૧૩/૩/૨૫ના રોજ રવિભાઈ નામના વ્‍યક્‍તિએ જુનાગઢ મીત પટેલને રૂપિયા ૧૦ લાખ મોકલવા માટે ૫૦૦ની નોટોના બંડલો આપેલ જે બંડલો આંગડિયા પેઢીના સંચાલકે પોતાની પાસે રાખી મુકેલ તે નોટોના બદલો ગઈકાલે તેમને પેમેન્‍ટ કરવાનું હોય, લોકરમાંથી બહાર કાઢતા એમાં બે બંડલોમાંથી નકલી નોટો નીકળતા સુરત જ તેમણે રવિ ડોબરીયાને ફોન કરેલ કે તમારા પેમેન્‍ટમાંથી નકલી નોટો નીકળેલ છે, જેથી તેને જણાવેલ કે થોડીવારમાં હું બદલાવી જાઉં છું આ અંગેની જાણ આંગડિયા પેઢીના સંચાલક નિકેશભાઈ ચંદનાની એ પોલીસને કરતા સીટી પીઆઈ એ ડી પરમાર સ્‍ટાફના ભાવેશભાઈ ચાવડા, ચંદ્રસિંહ વસૈયા, સાગરભાઇ મકવાણા,  શક્‍તિસિંહ ઝાલા, લખુભા રાઠોડ, અમિતભાઈ સિધ્‍ધપરા, ભરતભાઈ ગમારા, સાગરભાઇ ઝાપડિયા, મહેશભાઈ સુવા તથા એસઓજી શાખાના સંજયભાઈ નિરંજની, રવજીભાઈ હાપલિયા, વીરરાજભાઈ ધાધલ તમામ આરપી એન્‍ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી એ પહોંચી વોચ ગોઠવતા થોડી જ વારમાં એક શખ્‍સ એકટીવા મોટર સાયકલ લઇ ત્‍યાં આવેલ તે રવિ હોવાનું ઇશારાથી આંગડિયા પેઢીના સંચાલકે જણાવતા પોલીસે તે શખ્‍સને પકડી પાડી પૂછપરછ કરતા પોતાનું નામ રવિ શામજીભાઈ ડોબરીયા રહે. કણકીયા પ્‍લોટ શારદા મંદિર પાસે જણાવેલ  પોલીસે તેની પાસે રહેલ કાળા કલરનો છેલ્લો ચેક કરતા તેમાંથી ૫૦૦ ની નોટોના બે બંડલ નીકળેલ જેમાં તમામ નોટો તપાસતા ૧૨ નકલી નોટો હોવાનું જણાતા પોલીસે રવિને બનાવટી નોટો અંગે પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તેનો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્‍સ ઉર્ફે લાલુ દિનેશભાઈ ઠુમર (રહે. ધોરાજી, હિરપરા વાડી મેઇન રોડ) એ દસ લાખ રૂપિયાનું આંગળીઓ કરવા નોટોના બંડલ આપેલ તેમાં અમુક નોટો નકલી મુકેલ હોય જેથી આ બંડલોમાંથી નીકળે નકલી નોટો મને કોઈને કહ્યા વગર બદલવાનું જણાવેલ. આંગડિયા પેઢીના સંચાલકે જણાવેલ કે આ અગાઉ પણ ૫૦૦ના ગોંડલમાંથી નકલી નોટો નીકળેલ ત્‍યારે પ્રગ્નેશને ફોન કરતા તેનો મિત્ર મીત કિરણભાઈ અંટાળા આવી બદલી ગયેલ જેથી પોલીસે તે બંને શખ્‍સોને પકડી પાડવા ધોરાજી રવાના થયેલ જ્‍યાંથી પોલીસે બંને શખ્‍સોને પકડી પાડી જેતપુર ખાતે લાવેલ. આ ચલણી નોટો ખરેખર ખોટી છે કે કેમ તેની ખરાઈ કરવા  sbi બેન્‍કના મેનેજરને બોલાવતા તેમણે નોટો નકલી હોવાનું જણાવેલ, જેથી તેને એફએસએલ માટે મોકલાવી આપી રવિ ડોબરીયા (કણકીયા પ્‍લોટ) પ્રજ્ઞેશ ઠુમર (હિરપરા વાડી રોડ ધોરાજી) મીત અંટાળા (ખરાવાડ પ્‍લોટ મુસાફરી બંગલો, ધોરાજી) ને રોકડ રૂ. ૯૪ હજાર, મોબાઈલ નંબર ૩, એકટીવા મોટરસાયકલ મળી કુલ રૂ. ૨,૦૪,૦૦૦ ના મુદ્દા મારી સાથે પકડી પાડી બી એન એસ કલમ ૧૭૯, ૧૮૦, ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ. (રર.૧૨)

(1:57 PM IST)