<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

વડાપ્રધાન, ગૃહહપ્રધાન, મુખ્‍યપ્રધાન વિશે કાર્યપાલક ઈજનેરે વાણીવિલાશ કર્યા અંગેની ફરિયાદ સંદર્ભે કોર્ટે ૨૩મી એપ્રિલનુ નોટીસ-સમન્‍સ કાઢતા ચકચાર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.,૧૮ : જુનાગઢના માર્ગ અને મકાન વિભાગ સ્‍ટેટના નાયબ કાર્યપાલક ઈજનેર આબેદાબેન દરવાન દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી,ગૃહહમંત્રી અમિતભાઇ શાહ તથા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ વિરુદ્ધમાં તેઓની બદનક્ષી થાય તેવા શબ્‍દો બોલી બદનક્ષી કર્યા અંગેની વિસાવદર ભાજપના કાર્યકર કેયુરભાઈ અભાણીએ ઉચકક્ષાએ લેખિત રજૂઆતો કર્યા બાદ ગઇકાલે તા.૧૭-૪-૨૦૨૫ના રોજ વિસાવદર કોર્ટમાં નવા સુધારેલ કાયદા મુજબ વિધિવત ફરિયાદ દાખલ કરતા કોર્ટ નાયબ કાર્યપાલક ઈજનેર સામે તા.૨૩ એપ્રિલનુ સમન્‍સ /નોટિસ ઇસ્‍યુ કર્યાનુ એડવોકેટ નયનભાઈ જોશી, ઉત્તમ જોશીએ જણાવ્‍યુ છે.(૪.૨૩)

(1:39 PM IST)